ભવ્ય તિરંગા યાત્રામાં જોવા મળ્યો તાપીવાસીઓનો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ
વ્યારા નગર બન્યું તિરંગામય નાગરિકોએ ગર્વભેર તિરંગો લહેરાવી દેશની અખંડિતતા માટેની અતૂટ ભાવના વ્યક્ત કરી.
રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને ઉનાઈ નાકાથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.
એક કિલોમીટર લાંબા રાષ્ટ્રધ્વજે નગરજનોમાં આકર્ષણ જમાવ્યું.
આ તિરંગા યાત્રામાં જિલ્લાના પોલીસ જવાનો, જીઆરડી જવાનો, પ્લાટુન, અશ્વ દળ, બાઈકર્સ, જિલ્લાના અગ્રગણ્ય નાગરિકો, વિદ્યાર્થીઓ ઉપરાંત, મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં અંદાજિત ૨૫ હજારથી વધુ તાપીવાસીઓ ઉમંગભેર જોડાઈને દેશભક્તિ અને સ્વચ્છતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો.
‘વંદે માતરમ્’, ‘ભારત માતા કી જય’ સહિત દેશભક્તિના નારા લગાવ્યા હતા સાથે નિવૃત લશ્કરના જવાનોએ સ્વાતંત્ર્ય વીરો અને દેશના શહીદોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી.