દરેક ગામમાં ગામનો વિકાસ કરવામાં સરપંચોને મહત્વનું અંગ માનવામાં આવે છે ત્યારે થરાદના ગણેશપુરા ગામે ગ્રામ પંચાયતના સરપંચ પદે રૂડીબેન કરશનભાઈ દરજી હોઈ અત્યાર સુધીમાં આરસીસી રોડ, પેવર બ્લોક, કોઝવે, દલિત સમાજના સ્મશાન ભૂમિમાં આરસીસી દિવાલ, રખડતા પશુઓ માટે પાણીના અવાડા, ગામની ગૌશાળામાં પાણીના અવાડા, જ્યાં- જ્યાં પાણી નહોતું પહોંચતું ત્યાં પાઈપલાઈન મારફતે પાણીની વ્યવસ્થા સહિતના વિકાસના કામો અંદાજે ૫૦ થી ૫૫ લાખ સુધીના બજેટમાં પૂર્ણ થવાના આરે છે તેમજ અગાઉ બિપરજોય વાવાઝોડાથી થયેલા નુકશાનીના સર્વે બાદ બાગાયતી પાકોમાં ૫૫ લાખની સહાય અને બાજરીના પાકમાં ૧૫ લાખની અસરગ્રસ્ત ખેડૂતોને સહાય અપાવી છે તેમ જણાવ્યું હતું. તો બીજીતરફ અંદાજે ૩૦ થી ૩૫ લાખના બજેટની આસપાસ ગૌશાળાની બાજુમાં સેડનુ કામ, સ્મશાન ભૂમિમાં આરસીસી રોડ, શાળામાં મૂતરડીઓ, ગામમાં ખૂટતી સ્વરક્ષણ દિવાલો, ૨ હેક્ટર નવિન ગામતળ નીમ કરાવી જરૂરિયાતમંદોને મફત પ્લોટ, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ૧૨૦ લાભાર્થીઓનું સર્વેની કામગીરી, પીએમજીએસવાય અંતર્ગત ગામથી ગામને જોડતા તમામ રસ્તા બનાવવા માટે ગોળીયા સુધીના રસ્તાનો ઠરાવ સહિતના અનેક ઠરાવો પસાર કરી ભાઈચારાની ભાવનાથી ગામલક્ષી અનેક વિકાસના કાર્યો સાથે મારૂં ગામ શ્રેષ્ઠ ગામ બને એ દિશામાં હરહંમેશ તત્પર રહેવા ગામના અગ્રણી કરશનભાઈ દરજીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
રિપોર્ટર-અરવિંદ પુરોહિત (વાવ)