અમદાવાદના રાજ્ય શ્રેષ્ઠ સાયન્સ સીટી ખાતે યોજાયેલ ભારતીય વિજ્ઞાન સંમેલનમાં નડિયાદની મહિલા આર્ટ્સ કૉલેજની બહેનોએ ભાગ લીધો હતો, તાજેતરમાં સાયન્સ સીટી ખાતે વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાયેલ આ વિજ્ઞાન ગોષ્ઠીમાં કૉલેજની બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને સંગોષ્ઠીમાં સક્રિયતા દાખવી હતી.
વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાતમાં સૂરજબા મહિલા આર્ટ્સ કૉલેજમાંથી ત્રણ અધ્યાપકો તથા ૫૪ જેટલા વિદ્યાર્થીઓ આ શૈક્ષણિક પ્રદર્શનમાં જોડાયા હતા
જેમાં ભારતના પૌરાણિક તત્વો પુરાતત્વો તેમજ લોથલ સંસ્કૃતિ વિશે નવીન માહિતી મેળવી તેમજ એક્વાટીક, રોબોટિક સ્પેસ, સાયન્સ રોલ,નેચર પાર્ક, પર્યાવરણ પ્રાણીઓનું સંરક્ષણ વગેરે અંગે રસપ્રદ માહિતી મેળવી હતી.