૧૮ વર્ષથી નીચેની યુવતી અને ૨૧ વર્ષથી નીચેના યુવકના લગ્ન કરાવવા, કરવા કે લગ્ન કરવામાં મદદગારી કરવી એ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ – ૨૦૦૬ મુજબ ફોજદારી ગુનો બને છે. આવા લગ્ન કરાવવામાં આવે તો વર-કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે, ગોર મહારાજ, મંડપ વાળા, ડી.જે. વાળા, લગ્નમાં સહભાગી થનાર તમામ લોકો સામે ફોજદારી ગુનો બને છે.
આ કાયદાનો ભંગ કરવા બદલ એક લાખ રૂપિયા સુધીનો દંડ અને ૨ વર્ષની સખત કેદની સજાની જોગવાઇ છે. આવા લગ્ન થતા હોય અને લગ્ન થતા પહેલા જાણ કરવામાં આવે તો તે અટકાવવામાં આવે છે અને જો લગ્ન થઇ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. હાલમાં લગ્નની સીઝન ચાલુ થયેલ હોય, ઘણા બધા સમાજમાં સમૂહ લગ્નના આયોજન થઇ રહ્યા છે ત્યારે સમૂહ લગ્નના આયોજકોએ દરેક વરઘોડીયાના જન્મ તારીખના દાખલાની ચકાસણી કરી અને કાયદા મુજબ પાત્રતા ધરાવતા હોય તેવા છોકરા-છોકરીઓના જ લગ્ન કરાવવા વિનંતી છે.
બાળલગ્નની જાણ કરવા નજીક પોલીસ સ્ટેશને (૧૦૦) અને બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી રાજેશ દેસાઈ (મો.નં.૯૪૨૮૨ ૯૩૦૭૫), ચીફ પ્રોબેશન ઓફિસર એલ.જી. ભરવાડ (મો.નં.૯૭૨૪૧ -૪૨૫૦૩), રૂમ નં ૧૩, બ્લોક સી, સરદાર પટેલ ભવન, નડિયાદને ફોન નં ૦૨૬૮-૨૫૫૦૬૪૦, ચાઇલ્ડ લાઇન-૧૦૯૮, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એમ.આર. પટેલ (મો.નં.૯૪૨૬૮૬૮૦૨૭), કાનૂની સહ પ્રોબેશન અધિકારી કિર્તીબેન પી. જોષી (મો.નં.૯૯૨૪૬૯૮૬૨૫), સુરક્ષા અધિકારી-બિન સંસ્થાકીય અધિકારી કૃણાલ એ. વાઘેલા (મો.નં.૮૮૬૬૪૯૯૦૦૨) પર સંપર્ક કરી શકાય છે.
જિલ્લા બાળ સુરક્ષા એકમની કચેરી, રૂમ નં.૨૦, બ્લોક-સી, સરદાર પટેલ ભવન, મીલ રોડ, નડિયાદ (ફોન નં.૦૨૬૮-૨૫૬૩૦૭૭) ખાતે પણ માહિતી આપી શકાય છે. માહિતી આપનારની ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ સામાજિક દૂષણ સામે લડવા માટે સમાજના દરેક નાગરિકની સક્રિય ભાગીદારી અત્યંત આવશ્યક છે એમ ડીસ્ટ્રીક્ટ ચાઈલ્ડ પ્રોટેક્શન ઓફીસરની અખબારી યાદીમાં જણાવેલ છે.