દેશભરમાં મુસ્લિમ સંપત્તિનો મનમાન્યા ઢંગથી વહિવટ કરી રહેલા વકફ બોર્ડની ‘પાંખ કાપતું’ પહેલું મોટું એક્શન મોદી સરકારે લીધું છે. કેન્દ્ર સરકારે આજે લોકસભામાં વકફ સુધારા બિલને પાસ કરાવી દીધું છે. દિવસ ભર ચાલેલી 8 કલાકની ચર્ચા બાદ રાતે બિલ પર વોટિંગ થયું હતું. બિલની તરફેણમાં 288 અને વિરૃદ્ધમાં 232 વોટ પડ્યાં હતા. લોકસભામાં ભાજપના 240 સાંસદો છે, બહુમતી ન હોવાથી ભાજપે આ બિલ પાસ કરાવવા માટે એનડીએના સહયોગી દળો, ટીડીપી અને જેડીયુનો ટેકો લેવો પડ્યો હતો અને બન્ને પાર્ટીઓએ ટેકો આપતાં મોદી સરકારનું કામ સરળ બની ગયું.
શું બોલ્યાં ગૃહમંત્રી અમિત શાહ
લોકસભામાં વકફ બિલ પર ચર્ચામાં ભાગ લેતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે વકફ એ એક પ્રકારનું સખાવતી દાન છે. આમાં વ્યક્તિ પવિત્ર દાન કરે છે. દાન ફક્ત એ જ વસ્તુનું કરી શકાય છે જે આપણી છે. હું સરકારી મિલકત કે બીજા કોઈની મિલકતનું દાન કરી શકતો નથી. આ આખી ચર્ચા આના વિશે છે. વકફ બોર્ડ અને વકફ કાઉન્સિલમાં બિન-મુસ્લિમોને રાખવાની વાત ચાલી રહી છે જેનું કામ એ જોવાનું છે કે કામ યોગ્ય રીતે થઈ રહ્યું છે કે નહીં. અમે ફક્ત એટલું જ કહી રહ્યા છીએ કે જે ઇસ્લામનું પાલન કરી રહ્યો છે તે જ વકફ કરી શકે છે.
કેન્દ્ર ગૃહમંત્રી અમિત શાહ દ્વારા વકફ મિલકતો અંગે આપેલ આ નિવેદન મહત્ત્વપૂર્ણ છે, ખાસ કરીને દેશમાં વકફની મિલકતો અને તેની વ્યવસ્થા સંબંધિત ચર્ચાઓના સંદર્ભમાં. વકફ બોર્ડ અને તેની મિલકતો પર બિન-મુસ્લિમોના હક્ક અંગે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.
અમે અમિત શાહના મુખ્ય મુદ્દાઓ પર પ્રકાશ પાડીએ:
-
બિન-મુસ્લિમો વકફ મિલકતોમાં નહીં:
-
અમિત શાહે સ્પષ્ટ કર્યું કે બિન-મુસ્લિમો વકફ મિલકતો પર કોઈ હક નહીં રાખે અને વકફ બોર્ડ અને કાઉન્સિલ તેમની મિલકતોનું રક્ષણ કરશે.
-
અમિત શાહે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તેમના શાસન દરમિયાન લૂંટ અને ગેરવહીવટ થઈ હતી જે હવે બંધ થશે.
-
-
વકફ મિલકતો અને સરકારના નિર્ણયો:
-
કોંગ્રેસ સરકારના કાર્યકાળમાં 125 મિલકતો લુટિયન્સ દિલ્હીમાં વકફને સોંપવામાં આવી હતી.
-
ઉત્તર રેલવેની જમીન વકફને આપવામાં આવી, જેને લઈને વિવાદ થયો.
-
હિમાચલ પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક જેવા રાજ્યોમાં પણ વકફ મિલકતો અંગે વિવાદ થયો હતો.
-
-
2013ના સુધારા અંગે ટિકા:
-
અમિત શાહે કહ્યું કે જો 2013માં સુધારો ન કર્યો હોત તો હાલમાં વકફ અંગે નવી બાબતો ઉઠી ન હોત.
-
તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તેમણે વકફ મિલકતો પર રાજકીય સ્વાર્થ માટે કામ કર્યું.
-
વિપક્ષનો પ્રત્યાઘાત
-
કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પક્ષોએ આ નિવેદન પર આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે ગૃહમંત્રી સમાજમાં વિભાજન ઊભું કરવા માટે નિવેદનો આપી રહ્યા છે.
-
કેટલાક વિપક્ષી નેતાઓએ શાહ પર ગૃહને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મૂક્યો.
આ મુદ્દો મહત્વશાળી કેમ?
-
વકફ એક્ટ 1995 અને તેની વ્યવસ્થા: વકફ એક્ટ હેઠળ મુસ્લિમ સમુદાય માટે રજિસ્ટર કરેલી મિલકતો પર વિવાદો ચાલી રહ્યા છે.
-
મિલકતોના દાવા: અનેક વિસ્તારોમાં સરકારી જમીન પર વકફ બોર્ડ દ્વારા દાવો કરવામાં આવે છે.
-
આગામી ચૂંટણીઓમાં પ્રભાવ: 2024-25ની ચૂંટણીઓ અગાઉ, આ મુદ્દો રાજકીય દૃષ્ટિએ પણ મહત્વનો બની શકે છે.
બિલ કેમ લવાયું?
અમિત શાહે લોકસભામાં કહ્યું કે જો 2013નો સુધારો પસાર ન થયો હોત તો આજે આ સુધારો લાવવાની જરૂર ન પડી હોત. કોંગ્રેસ સરકારે દિલ્હી લુટિયન્સની 125 મિલકતો વકફને આપી દીધી. અમિત શાહે કહ્યું, “2013 માં, તુષ્ટિકરણ માટે રાતોરાત વકફને અતિક્રમી દેવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં, વકફ મિલકત તરીકે જાહેર કરાયેલી જમીન પર ગેરકાયદેસર મસ્જિદો બનાવવામાં આવી હતી. તમિલનાડુમાં, 1500 વર્ષ જૂના મંદિરની જમીન વકફને આપવામાં આવી હતી.
દેશભરમાં વિરોધ-મુસ્લિમ પર્સનલ લો બોર્ડની ધમકી
ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ આ બિલ સામે પોતાનો સખત વાંધો વ્યક્ત કર્યો છે. AIMPLBના પ્રવક્તા ડૉ. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે બિલની નિંદા કરી અને કહ્યું, ‘જો આ બિલ સંસદમાં પસાર થશે, તો અમે તેની સામે દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું.’ અમે ચૂપ નહીં બેસીએ. અમે અમારી પાસે ઉપલબ્ધ તમામ કાનૂની અને બંધારણીય જોગવાઈઓનો ઉપયોગ કરીશું.
હવે રાજ્યસભામાં ખરી કસોટી
મોદી સરકારે લોકસભામાં તો વકફ બિલને સરળતાથી પાસ કરાવી દીધું છે પરંતુ હવે રાજ્યસભામાં તેની ખરી કસોટી થવાની છે. રાજ્યસભામાં ભાજપના 98 સાંસદો અને એનડીએના સાથી પક્ષો સહિત કૂલ 125 થવા જાય છે આ બહુમતી ઘણા દૂર છે એટલી આવી સ્થિતિમાં મોદી સરકારને બીજા સાંસદોના ટેકાની જરુર પડી શકે છે એટલે વકફ બિલની રાહ રાજ્યસભામાં અઘરી બનવાની છે તે નક્કી છે.
રાજ્યસભામાં પાસ થયા બાદ રાષ્ટ્રપતિ પાસે
રાજ્યસભામાં પાસ થયાં બાદ આ બિલ રાષ્ટ્રપતિ પાસે તેમની મંજૂરી માટે જશે અને તેમની મંજૂરી મળ્યાં બાદ બિલ કાયદો બની જશે.