પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે આસામની બે દિવસીય મુલાકાતની શરૂઆત ભવ્ય ઝુમીર નૃત્ય પ્રદર્શન સાથે કરી હતી જેમાં લગભગ 9,000 નર્તકો અને ઢોલવાદકોએ હાજરી આપી હતી. આ અનોખા કાર્યક્રમનું આયોજન આસામ સરકાર દ્વારા ઇન્દિરા ગાંધી એથ્લેટિક સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસામના ચા ઉદ્યોગના 200 વર્ષની ઉજવણી કરવામાં આવી હતી અને ચા આદિવાસી સમુદાયના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું સન્માન કરવામાં આવ્યું હતું.
તેમણે આસામના ચા ઉદ્યોગ વિશે શું કહ્યું?
સભાને સંબોધતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના ચા ઉદ્યોગ સાથેના તેમના ઊંડા જોડાણનો સ્વીકાર કર્યો અને તેમના ચા વેચવાના ભૂતકાળને યાદ કર્યો. તેમણે કહ્યું, “ચા વેચનાર કરતાં ચાની સુગંધ અને ગુણવત્તા કોણ વધુ સારી રીતે સમજી શકે?” પીએમ મોદીએ આ પ્રસંગે એમ પણ કહ્યું કે ઉત્તર-પૂર્વ ક્ષેત્રને તેમનામાં એક મહાન બ્રાન્ડ એમ્બેસેડર મળ્યો છે અને હવે વિવિધ દેશોના રાજદૂતો તેમની સાથે આસામ ચાનો સ્વાદ લેશે.
Earlier in the evening, reached Guwahati to a welcome which I will always remember and cherish. From Guwahati airport to Sarusajai Stadium, there were people showering their blessings. I cherish this affection and will keep working for Assam’s progress. pic.twitter.com/4LOu5DYoYn
— Narendra Modi (@narendramodi) February 24, 2025
નૃત્ય પ્રદર્શન પહેલાં, પ્રધાનમંત્રી મોદી એક ખાસ વાહનમાં સ્ટેડિયમની મુલાકાતે ગયા, જ્યાં તેમણે કલાકારો અને પ્રેક્ષકોનું સ્વાગત કર્યું. ઝુમૈર નૃત્ય પછી, આસામની અનોખી સાંસ્કૃતિક ‘થીમ’ પર આધારિત એક શાનદાર લેસર શોનું આયોજન કરવામાં આવ્યું હતું જેણે કાર્યક્રમમાં વધુ રંગ ઉમેર્યો હતો.