Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 25°C

ઉમરેઠ ખાતે “SHE TEAM” અને સ્થાનિક પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ “મહિલાઓ સાથે મહિલાઓ માટે”

ઉમરેઠ ખાતે “SHE TEAM” અને સ્થાનિક પોલીસ દ્વારા યોજાયો કાર્યક્રમ “મહિલાઓ સાથે મહિલાઓ માટે”

શ્રી સંતરામ માધ્યમિક શાળા ઉમરેઠ ખાતે ઉમરેઠ પોલીસ સ્ટ્રેનશના પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ. બુલાન, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.આર. વૈધ, ઉમરેઠ પોલીસ સ્ટ્રેશનના “SHE TEAM” ના મહીલા કર્મચારીઓ તેમજ શ્રી સંતરામ માધ્યમિક શાળાના પ્રિન્સીપાલ ઉપસ્થિતિમાં મહીલા સશક્તિકરણ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ.

મહિલા સુરક્ષા માટેની જાગૃતિ માટેના આ કાર્યક્રમમાં બ્રહ્મા કુમારીઝ સેન્ટર ઉમરેઠના નીતાબેન, લાયન્સ કલબના રીઝનલ ઓફિસર ચીરેન્દ્રભાઇ બી. પંચાલ, પ્રેસીડેન્સી સેજલબેન પંચાલ, સેક્રેટરી ડોલીબેન પટેલ, ચાઇલ્ડ ઓફિસર, મહિલા અને બાળ અધિકારી, ઉમરેઠ લાયન્સ કલબના સભ્ય, શ્રી સંતરામ માધ્યમિક શાળાના આચાર્ય, શાળાનો શિક્ષકગણ, ઉમરેઠ નગરપાલિકા પ્રમુખ કનુભાઈ શાહ, ઉમરેઠ શહેર ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, ઉમરેઠ નગરપાલિકાના સભ્યો વિગેરે મહાનુભાવો ઉપસ્થિત રહી ઉમરેઠ શ્રી સંતરામ માધ્યમિક શાળામાં બાળકીઓને ‘ગુડટચ બેડટ્ચ’, ‘મહીલા સશક્તિકરણ’, ‘ચાઇલ્ડ હેલ્પલાઇન’, ‘સાયબર ક્રાઇમ હેલ્પલાઇન’ તથા ‘અભયમ ૧૮૧’ ને લગતી કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત સરકાર શ્રીની અલગ અલગ મહિલાઓને લગતી યોજનાઓ વિષયે પણ માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું. સાથે સાથે ઉમરેઠ શ્રી સંતરામ માધ્યમિક શાળાની બાળકીઓ સાથે સંવાદ સાધી જરૂરી પ્રોત્સાહન પુરુ પાડવામાં આવેલ.

આ કાર્યક્રમમાં ઉમરેઠ પોલીસ ઇન્સ્પેકટર એસ.એચ. બુલાન દ્વારા બાળકીઓને પોતાની સુરક્ષા અંગેનું મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. SHE TEAM દ્વારા અનુભવમાં આવેલા ઉદાહરણો દ્વારા પણ બુલાન સાહેબ દ્વારા બાળકીઓને ભવિષ્યમાં સાવધાન રહેવા જણાવ્યું હતું. પોલીસ સબ ઇન્સ્પેકટર વૈદ્ય સાહેબ દ્વારા પણ બાળકીઓ સાથે પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરવા અંગે અને ગુડ ટચ બેડ ટચ અંગે મૂળભૂત જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉમરેઠની અલગ અલગ શાળાની વિદ્યાર્થીનીઓ એ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.