click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પ્રજાસત્તાક દિન પૂર્વે રાજસ્થાનના ખેતરમાંથી 10 હજાર કિલો વિસ્ફોટક મળ્યું, આરોપી સુલેમાન ખાનની ધરપકડ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પ્રજાસત્તાક દિન પૂર્વે રાજસ્થાનના ખેતરમાંથી 10 હજાર કિલો વિસ્ફોટક મળ્યું, આરોપી સુલેમાન ખાનની ધરપકડ
Gujarat

પ્રજાસત્તાક દિન પૂર્વે રાજસ્થાનના ખેતરમાંથી 10 હજાર કિલો વિસ્ફોટક મળ્યું, આરોપી સુલેમાન ખાનની ધરપકડ

રાજસ્થાનના નાગૌરમાં પોલીસે ખેતરમાં છુપાવી રાખેલા ભારે માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યા છે. પોલીસે આ કેસમાં કરીમ ખાનના પુત્ર સુલેમાન ખાનની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.

Last updated: 2026/01/26 at 11:28 એ એમ (AM)
One India News Team
Share
3 Min Read
SHARE

ગણતંત્ર દિવસ (26 જાન્યુઆરી)ની પૂર્વ સંધ્યાએ રાજસ્થાનમાં સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા મળી છે. નાગૌર જિલ્લામાં પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી ગેરકાયદે વિસ્ફોટક જપ્તીની કાર્યવાહી કરી છે, જેને રાજ્યના સુરક્ષા તંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગણતંત્ર દિવસને ધ્યાનમાં રાખીને સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, તે દરમિયાન નાગૌર જિલ્લાના થાવલા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ (DST) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. હરસૌર ગામમાં આવેલા એક ફાર્મ હાઉસ પર પાડેલા દરોડા દરમિયાન પોલીસે અંદાજે 10,000 કિલોગ્રામ (લગભગ 9,550 કિલોગ્રામ) ગેરકાયદે એમોનિયમ નાઈટ્રેટ જપ્ત કર્યું, જે નાગૌર પોલીસના ઈતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી રિકવરી ગણાય છે.

#WATCH | Nagaur, Rajasthan | SP Mridul Kachhawa says, "For quite some time, the Nagaur police had been receiving intelligence reports indicating that large quantities of explosive materials were being bought, sold, and stored in the district… Yesterday, the district police… pic.twitter.com/hzpG9Vpzil

— ANI (@ANI) January 25, 2026

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સુલેમાન ખાને પોતાના ફાર્મ હાઉસમાં બનેલા મકાનમાં આ વિસ્ફોટકો અત્યંત ગુપ્ત રીતે છુપાવી રાખ્યા હતા. દરોડા દરમિયાન પોલીસને કુલ 187 કટ્ટા (કોથળા)માં ભરેલું એમોનિયમ નાઈટ્રેટ મળ્યું. આ ઉપરાંત વિસ્ફોટ કરવા માટે વપરાતા અન્ય ખતરનાક સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 9 કાર્ટન ડેટોનેટર, 12 કાર્ટન અને 15 બંડલ વાદળી ફ્યુઝ વાયર તેમજ 12 કાર્ટન અને 5 બંડલ લાલ ફ્યુઝ વાયરનો સમાવેશ થાય છે. આટલા મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને તેની સહાયક સામગ્રી મળવાથી સુરક્ષા એજન્સીઓ વધુ ચિંતિત બની ગઈ છે.

ધરપકડ કરાયેલ આરોપી સુલેમાન ખાન હરસૌર ગામનો રહેવાસી છે. નાગૌર એસપી મૃદુલ કચ્છવાએ જણાવ્યું કે સુલેમાન સામે અગાઉ પણ ગેરકાયદે વિસ્ફોટકો રાખવાના ત્રણ ગુના નોંધાયેલા છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવ્યું છે કે તે ખાણકામ (માઈનિંગ) સાથે સંકળાયેલા લોકોને આ વિસ્ફોટકો સપ્લાય કરતો હતો, પરંતુ ગણતંત્ર દિવસ પહેલાં આટલો મોટો જથ્થો મળવો પોતે જ ગંભીર શંકા ઉભી કરે છે. એમોનિયમ નાઈટ્રેટ અત્યંત ઘાતક વિસ્ફોટક છે અને ભૂતકાળમાં અનેક આતંકી હુમલાઓમાં તેનો ઉપયોગ થઈ ચૂક્યો છે.

નવેમ્બર 2025માં દિલ્હીના લાલ કિલ્લા નજીક થયેલા ધમાકામાં પણ આવા જ વિસ્ફોટકો વપરાયા હતા. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજસ્થાન પોલીસે કેન્દ્રીય તપાસ એજન્સીઓને માહિતી આપી છે, જે હવે તપાસ કરશે કે આ વિસ્ફોટક જથ્થાનો ઉપયોગ કોઈ મોટી આતંકી સાજિશ માટે થવાનો હતો કે કેમ.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 77th Republic Day 2026, Breaking news, DST, gujarati news, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Politics, Rajasthan, rajasthan cm, rajasthan police, republic day, Republic Day 2026, Suleman Khan, topnews, topnewschannelinindia, એમોનિયમ નાઈટ્રેટ, કરીમ ખાન, ગણતંત્ર દિવસ, ગણતંત્ર દિવસ 2026, ડિસ્ટ્રિક્ટ સ્પેશિયલ ટીમ, નાગૌર, નાગૌર જિલ્લા, ફાર્મ હાઉસ, રાજસ્થાન, રાજસ્થાન પોલીસ, વિસ્ફોટકો, સુલેમાન ખાન

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team જાન્યુઆરી 26, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article 77મો પ્રજાસત્તાક દિવસ 2026 : કર્તવ્ય પથ પર ધ્વજવંદન બાદ પરેડ શરૂ, અશોક ચક્રથી શુભાંશુ શુક્લા સન્માનિત
Next Article શા માટે બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીની પસંદગી કરાઈ? જાણો 96 વર્ષ જૂની ઐતિહાસિક કહાની

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?