શ્રાવણ માસમાં દેશભરમાં ભગવાન શિવના દર્શન અને જલાભિષેક માટે ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ ભીડ વ્યવસ્થાપનના અભાવે દુર્ઘટનાઓ પણ વધી રહી છે. તાજેતરમાં બે ગંભીર બનાવોમાં આ અણધારી પરિસ્થિતિ સામે આવી છે – ઉત્તરાખંડના હરિદ્વારના મનસા દેવી મંદિરમાં થયેલી નાસભાગ બાદ હવે ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં આવેલી ઐતિહાસિક ઔસાનેશ્વર મહાદેવ મંદિરમાં પણ ભયાનક ઘટના સર્જાઈ છે. શ્રાવણના ત્રીજા સોમવારે વહેલી સવારે લગભગ 3 વાગ્યે હજારો શ્રદ્ધાળુઓ જલાભિષેક માટે એકઠા થયા હતા ત્યારે અચાનક વીજકરંટ ફેલાતા મંદિર પરિસરમાં હડકંપ મચી ગયો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ વીજળીના ખંભે એક વાંદરો કૂદતા વાયર તૂટીને સીધો મંદિરના ટીનના શેડ પર પડ્યો, જેના કારણે સમગ્ર શેડમાં વીજકરંટ ફેલાઈ ગયો. વીજપ્રભાવના આઘાતથી લોકો ગભરાઈ ગયા અને મંદિરમાં નાસભાગ સર્જાઈ. આ ઘટનામાં 22 વર્ષીય પ્રશાંત સહિત બે શ્રદ્ધાળુઓના મૃત્યુ થયા છે, જ્યારે લગભગ 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઘાયલોને તાત્કાલિક ત્રિવેદીગંજના સમુદાય આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Barabanki, Uttar Pradesh: A stampede occurred during Jalabhishek at the Awsaneshwar Mahadev Temple after an electric current spread through the premises
DM Shashank Tripathi says, "Devotees had gathered here for darshan on the third Monday of Sawan. Some monkeys jumped onto the… pic.twitter.com/AzLnRnFQKx
— IANS (@ians_india) July 28, 2025
આ ઘટના તેની ગંભીરતા માટે એટલી જ ચિંતાજનક છે જેટલી ગઈકાલે રવિવારે હરિદ્વારના મનસા દેવી મંદિરમાં બની હતી, જ્યાં પણ ભારે ભીડ વચ્ચે નાસભાગ સર્જાતા 8 ભક્તોનું દુખદ અવસાન થયું હતું અને 15 જેટલા લોકો ઘાયલ થયા હતા. કાવડ યાત્રા બાદ મંદિરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની એન્ટ્રીની સાથે વ્યવસ્થાપન બેસી પડ્યું હતું. બંને ઘટનાએ ભારપૂર્વક એ મુદ્દો ઉછાળ્યો છે કે તીર્થસ્થળો પર શ્રાવણના પવિત્ર અવસરે ભક્તોની ભીડના પૂરાને સુનિયોજિત વ્યવસ્થાપન વગર નિયંત્રિત કરવી ખૂબ જ જરૂરી છે, નહીં તો આવું દુર્ઘટનાક્રમ ભવિષ્યમાં ફરીવાર સર્જાઈ શકે છે. આ ઘટનાએ સ્થાનિક તંત્ર અને પૂજા સમિતિઓ સામે સવાલ ઊભા કર્યા છે કે કેમ તેઓએ પુરતી સુરક્ષા વ્યવસ્થા, ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અને ભીડ નિયંત્રણની તૈયારી રાખી નહોતી.
આ ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટનાનું સંજ્ઞાન લીધું છે અને મૃતકોના શોક સંતત્પ પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. સાથે જ તેમણે અધિકારીઓએ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચીને રાહત કામમાં તેજી લાવવાના નિર્દેશ આપ્યા છે.
Barabanki electrocution incident | Uttar Pradesh CM Yogi Adityanath took cognisance of and has expressed condolences to the bereaved families. The Chief Minister directed the officers to immediately reach the spot and expedite the relief work. The Chief Minister gave instructions…
— ANI (@ANI) July 28, 2025