click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: જાપાન જવા માટે નકલી ‘ફૂટબોલ ટીમ’ બનાવનાર 22 પાકિસ્તાનીઓ એરપોર્ટ પર પકડાયા
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > જાપાન જવા માટે નકલી ‘ફૂટબોલ ટીમ’ બનાવનાર 22 પાકિસ્તાનીઓ એરપોર્ટ પર પકડાયા
Gujarat

જાપાન જવા માટે નકલી ‘ફૂટબોલ ટીમ’ બનાવનાર 22 પાકિસ્તાનીઓ એરપોર્ટ પર પકડાયા

જાપાનના એરપોર્ટ પર તપાસ દરમિયાન ઇમિગ્રેશન અધિકારીઓને શંકા થઈ અને તપાસમાં દસ્તાવેજો નકલી સાબિત થતાં 22 લોકોને તરત જ પરત મોકલી દેવામાં આવ્યા હતા.

Last updated: 2025/09/18 at 5:58 પી એમ(PM)
One India News Team
Share
4 Min Read
SHARE

પાડોશી આતંકવાદી દેશ પાકિસ્તાન ફરી એકવાર પોતાની ઉટપટાંગ હરકતોને કારણે ચર્ચામાં આવ્યો છે. આ વખતે મામલો માનવ તસ્કરી અને નકલી ઓળખના આધારે જાપાન પ્રવેશવાનો છે. અહેવાલ મુજબ, પાકિસ્તાનના 22 નાગરિકોએ ફૂટબોલ ખેલાડીઓનો વેશ ધારણ કરીને જાપાન જવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ એક આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લેવા આવી રહ્યા હોવાનો દાવો કર્યો, પરંતુ જાપાનના એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ તેમની કડક તપાસ કરતાં આખું નાટક ફાશ થઈ ગયું. દસ્તાવેજોની ચકાસણીમાં જાણવા મળ્યું કે તેઓ કોઈ વ્યાવસાયિક ખેલાડી નહોતા, પરંતુ નકલી ઓળખ અને ફર્જી દસ્તાવેજોના આધાર પર જાપાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરિણામે તેમને એરપોર્ટ પરથી જ પરત મોકલી દેવામાં આવ્યા, જે પાકિસ્તાન માટે મોટી ફજેતીનું કારણ બન્યું.

આ તપાસમાં ખુલ્યું કે આ સમગ્ર કાવતરાનો માસ્ટરમાઈન્ડ વકાસ અલી નામનો એજન્ટ હતો, જે સિયાલકોટ જિલ્લાના પાસરુર વિસ્તારનો રહેવાસી છે. વકાસે ‘ગોલ્ડન ફૂટબોલ ટ્રાયલ’ નામનું એક નકલી ફૂટબોલ ક્લબ ખડું કર્યું હતું. તેની મદદથી તેણે 22 લોકોને પસંદ કર્યા અને તેમને સંપૂર્ણ ફૂટબોલ ગિયર – જર્સી, શૂઝ, સ્પાઇક્સ – પહેરાવીને પાકિસ્તાનથી જાપાન મોકલ્યા. વધુ વિશ્વસનીયતા મેળવવા માટે તેણે પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન (PFF)નું નકલી રજિસ્ટ્રેશન લેટર તૈયાર કરાવ્યું, સાથે સાથે વિદેશ મંત્રાલયના નામે ખોટું ‘નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ’ (NOC) પણ બનાવ્યું. આ જ કારણે તેમને વિઝા સરળતાથી મળી ગયો હતો. વકાસે તમામને સૂચના આપી હતી કે તેઓ જાતને વ્યાવસાયિક ફૂટબોલ ખેલાડી તરીકે રજૂ કરે, જેથી એરપોર્ટ પર શંકા ન થાય. પરંતુ જાપાનીઝ ઇમિગ્રેશનની સતર્કતાએ આખો ભાંડો ફોડી નાખ્યો.

પકડાયા બાદ પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA)એ કાર્યવાહી કરતાં 15 સપ્ટેમ્બર, 2025ના રોજ વકાસ અલીને ધરપકડ કરી લીધો. તપાસમાં બહાર આવ્યું કે તેણે આ 22 લોકો પાસેથી પ્રતિ વ્યક્તિ 40 થી 45 લાખ પાકિસ્તાની રૂપિયા વસૂલ્યા હતા. આ પૈસા વિઝા ફી, એર ટિકિટ અને નકલી દસ્તાવેજોની વ્યવસ્થા માટે લેવાયા હતા. FIAએ તેના વિરુદ્ધ માનવ તસ્કરી અને છેતરપિંડીના અનેક કેસ નોંધ્યા છે અને હવે તેની બેંક ખાતાઓ તથા નાણાંકીય લેવડદેવડની તપાસ શરૂ કરી છે.

આવું પ્રથમ વખત નથી કે વકાસ અલીનું નામ આવા કૌભાંડમાં સામે આવ્યું છે. જાન્યુઆરી 2024માં પણ તેણે 17 લોકોનું એક જૂથ જાપાન મોકલ્યું હતું. તે વખતે આ લોકોને પાકિસ્તાનની ફૂટબોલ ટીમના સભ્ય તરીકે રજૂ કરીને 15 દિવસના વિઝા અપાવવામાં આવ્યા હતા. તેમને ‘બોવાસ્ટા એફસી ક્લબ’ નામના એક ખોટા આમંત્રણ પત્ર સાથે જાપાન મોકલવામાં આવ્યા હતા. આ તમામ લોકો પછી ક્યારેય પરત ન ફર્યા, જેના કારણે FIAએ તપાસ શરૂ કરી. બાદમાં જૂન 2025માં પણ વકાસનું નામ એક અન્ય ફર્જી પ્રવાસ યોજનામાં સામે આવ્યું હતું.

FIAના અધિકારીઓનો મંતવ્ય છે કે આવા કૌભાંડો પાછળ મોટું કારણ એ છે કે રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોના નામે વિઝા અરજીઓમાં તપાસ થોડો નરમાઇથી થાય છે, કારણ કે તેને “લોઅર રિસ્ક” તરીકે જોવામાં આવે છે. આ જ loopholeનો લાભ લઈને માનવ તસ્કરો ગરીબ અને બેરોજગાર યુવાઓને ખોટા સપના બતાવીને તેમને વિદેશ મોકલવાના બહાના બનાવે છે. વકાસ અલી પણ આ જ રીતે અનેક યુવાનોને રમતવીર બનવાના ખોટા સપના બતાવીને ફસાવતો હતો.

આ ઘટના પછી પાકિસ્તાન ફરી એક વાર આંતરરાષ્ટ્રીય સ્તરે હાસ્યનો વિષય બન્યું છે. જ્યાં એક તરફ તે આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે નિંદામાં આવે છે, ત્યાં બીજી બાજુ તેના નાગરિકો અને એજન્ટો આ પ્રકારના નકલી નાટકો દ્વારા વિદેશી દેશોમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે. જાપાનના એરપોર્ટ પર આ લોકો પકડાતા પાકિસ્તાનની છબી વધુ ખરાબ થઈ છે અને આ ઘટના માનવ તસ્કરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તાકીદને ઉજાગર કરે છે।

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો

“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર

ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું

ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ

મહેમદાવાદ તાલુકામાં કોંગ્રેસને ઝટકો, અગ્રણીઓ ભાજપમાં જોડાયા

TAGGED: @india, 22 પાકિસ્તાની, Airport, breakingnews, CM Gujarat, FIA, football team, gujarat, gujarati news, international news, Japan, Japan - India, japan government, latest news, news channel in india, oneindianews, pakistan, Pakistanis, PFF, topnews, topnewschannel, topnewschannelinindia, જાપાન, જાપાન સરકાર, પાકિસ્તાન, પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશન, ફૂટબોલ ટીમ, ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 18, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હું તમામ ધર્મનું સન્માન કરું છું : ભગવાન વિષ્ણુ પર કરેલી ટિપ્પણી મામલે CJIની સ્પષ્ટતા
Next Article પહેલા નોરતે જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 4 જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં ઍલર્ટ

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

Dhandhukaમાં હત્યા બાદ તંગદિલી: હિંસક પ્રદર્શન, દુકાનોમાં આગચંપી, મુખ્ય આરોપી ઝડપાયો
Ahmedabad Gujarat એપ્રિલ 18, 2026
“અબકી બાર, નર્મદામાં કેસરીયો પાર”: ભાજપના ચાણક્ય જેવી રણનીતિ સામે વિપક્ષ લાચાર
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ડેડીયાપાડામાં રાજકીય હલચલ: ચૈતર વસાવાને મોટો ઝટકો, આપના તાલુકા પ્રમુખ રાજેન્દ્ર વસાવાનું રાજીનામું
Gujarat Narmada એપ્રિલ 18, 2026
ખેડામાં સગીરા સાથે 3 વર્ષ સુધી અત્યાચારનો આક્ષેપ: 9 આરોપીઓ સામે POCSO હેઠળ ગુનો દાખલ
Gujarat Kheda એપ્રિલ 18, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?