Skip to content
શુક્રવાર, ઓક્ટોબર 23, 2026 Ahmedabad 36°C

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ નાં ઉપક્રમે ડ્રગ વિરોધી દિવસ ની ઉજવણી કરવામાં આવી.

૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ નાં ઉપક્રમે ડ્રગ વિરોધી દિવસ ની ઉજવણી કરવામાં આવી.

શ્રી એન.વી.પટેલ સાયન્સ કોલેજ, ઓડિટોરિયમ ખાતે ૨૬ જૂન નાં રોજ સવારે ૧૦:૦૦ કલાકે ડ્રગ્સ વિરોધી દિવસ ની ઉજવણી નિમિત્તે ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ નાં વહીવટી અધિકારી મેજર એકતા જયસ્વાલ અને એન.વી.પાસ. નાં ડૉ. પ્રતિભા પરિહાર દ્વારા ગૈર કાનૂની તરીકે ડ્રગ્સ નો ઉપયોગ તથા ફાયર આર્મ્સ નો ઉપયોગ,વેચાણ વ્યવહાર કેમ ન કરવો,વગેરે બાબતોનું સુંદર ઢંગ થી સમજ પડે તે રીતે વક્તવ્ય કરવામાં આવ્યું તથા આ વિષય પર પોસ્ટર સ્પર્ધા આયોજિત કરવામાં આવી જેમાં વિજેતા કેડેટ ને ઈનામ આપી નવાજ્યા હતા. આ એન્ટી ડ્રગ દિવસ કાર્યક્રમ નું આયોજન કરવા માં ડ્રગ્સ વિષયક માહિતગાર કરાવવામાં પ્રિન્સિપાલ શ્રી બાસુદેવ બક્ષી તેમજ ૨ ગુજરાત સી.ટી.સી. અને ૪ ગર્લ્સ એન.સી.સી, આણંદ નાં કમાંડ અધિકારી નાં સહયોગ અને માર્ગદર્શન હેઠળ ડૉ.મોનિકા પટેલ એ સુવ્યવસ્થિત આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ગર્લ્સ બટાલિયન નાં એન.સી.સી. સ્ટાફ ઉપરાંત ૯૦ બાલિકા તથા અન્ય યુનિટ ના પણ કેડેટ જોડાયા હતા.

 

 

 

રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.