તાપી જિલ્લાના સોનગઢ ખાતે નગરપાલિકા રંગ ઉપવનના સભાખંડમાં તાપી જિલ્લા કક્ષાનો ૭૬મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો.
પર્યાવરણ જાળવણી અને ‘લીલુંછમ ગુજરાત‘, ‘વૃક્ષ વાવો પ્રદુષણ હટાઓ‘ અને ‘એક પેડ માં કે નામ’ જેવાં ઉમદા હેતુસર જિલ્લામાં ૭૬મો વન મહોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સૌને ચંદનના રોપા મહાનુભાવોને ભેટ આપી ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાતનો સંદેશ ફેલાવ્યો હતો. કાર્યક્રમના અંતે સોનગઢ નગરપાલિકા ગાર્ડનમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
સમારંભમાં વૃક્ષોના જતન કરવા માટે ગ્રામ પંચાયતોને વન વિભાગ દ્વારા ગ્રાન્ટ એનાયત કરવામાં આવી હતી.
વૃક્ષ વાવી હરિયાળી ધરતીનો સંદેશો આપતો તાપી જિલ્લાની ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ ૭૦૦૦ વૃક્ષો એક સાથે રોપ્યા જેની રાષ્ટ્રીય કક્ષાએ નોંધ લેવાઈ હતી.
ચાલુ વર્ષે તાપી જિલ્લામાં ૨૮૦૦ હેક્ટરમાં ૨૨.૯૦ લાખ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.
રિપોર્ટર :- વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel