વ્યારા વિસ્તારમાંથી પસાર થતી ઉકાઈ ડાબા કાંઠાની નહેરમાં ગોરૈયા વિસ્તારમાં ગત રાત્રી ના સમયે એક યુવક બાઈક લઈને જતો હતો જે વળાંકમાં પુલિયાની બાજુમાં રેલિંગના અભાવ એ સીધો નહેરમાં પડી જતા મૃત્યુ થયું હતું.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ યુવક વ્યારાના કાનપુરા વિસ્તારનો રહેવાસી નામ વત્સલ અજયભાઈ રાણા હોવાનું જાણવા મળ્યું છે.
ઉકાઈ ડાબા કાંઠાની નહેર ઉપર બનાવવામાં આવેલ પુલિયા પર સુરક્ષા માટે બનાવવામાં આવતી રેલિંગ ના અભાવે આ અકસ્માત બન્યો છે, જેમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી દેખાય આવી છે.
આ અકસ્માતમાં કોન્ટ્રાક્ટર અને નગર પાલિકાની ગંભીર બેદરકારીને કારણે વ્યારા ના એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ નીપજ્યું છે.
આવા બે જવાબદાર કોન્ટ્રાક્ટરો વિરુદ્ધ વહીવટી તંત્ર કોઈ પગલા ભરશે કે નહીં તે જોવાનું રહ્યું.
રિપોર્ટર :-વિકાસ શાહ (તાપી)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel