ઓડિશાના કંધમાલ જિલ્લામાં એક ચોંકાવનારો અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. ફિરંગિયા બ્લોકના સલાગુડામાં આવેલી સેવાશ્રમ સ્કૂલના હોસ્ટેલમાં શુક્રવારની મોડી રાત્રે કેટલાક શરારતી સહાધ્યાયીઓએ પોતાના સાથી 8 વિદ્યાર્થીઓની આંખોમાં ફેવિકિક નાખી દીધો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે તમામ વિદ્યાર્થીઓ ઊંઘમાં હતા. અચાનક ફેવિકિકના કારણે તેમની પાંપણો ચોંટી ગઈ અને આંખો ખોલવામાં અસમર્થ રહ્યા, જેના કારણે તેમને ભારે પીડા અને ગભરાટનો સામનો કરવો પડ્યો.
પરિસ્થિતિ ગંભીર બનતાં શિક્ષકોએ તરત જ વિદ્યાર્થીઓને નજીકની ગોછાપાડા હોસ્પિટલમાં દાખલ કરાવ્યા, જ્યાં પ્રાથમિક સારવાર આપવામાં આવી. ત્યારબાદ કેટલાક વિદ્યાર્થીઓને વધુ સારવાર માટે કંધમાલની જિલ્લા મુખ્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ડૉક્ટરોએ પુષ્ટિ કરી કે ફેવિકિકના કારણે આંખોને નુકસાન થયું છે, જો કે સમયસર સારવાર શરૂ કરવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ. હાલ તમામ વિદ્યાર્થીઓ સારવાર હેઠળ છે અને તેમની હાલત સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે.
આ ઘટનાએ શિક્ષણ સંસ્થાની સુરક્ષા અને હોસ્ટેલના શિસ્ત સંબંધિત વ્યવસ્થાઓ પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. કેમ આવી ઘટના બની અને કયા કારણસર કેટલાક વિદ્યાર્થીઓએ આવી ખતરનાક શરારત કરી તે જાણવા માટે જિલ્લા પ્રશાસને તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. કંધમાલના કલ્યાણ અધિકારીએ હોસ્પિટલ જઈને પીડિત વિદ્યાર્થીઓની મુલાકાત લીધી અને તેમની સારવારની વિગત મેળવી. સાથે જ કલેક્ટરે સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવા અને જવાબદાર લોકો સામે કડક પગલાં ભરવા આદેશ આપ્યો છે. આ બનાવે વિદ્યાર્થીઓની સલામતી અંગે વાલીઓમાં ચિંતાનો માહોલ ઊભો કર્યો છે અને સ્કૂલ પ્રશાસન માટે મોટી પડકારજનક સ્થિતિ સર્જી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel