click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ
Gujarat

ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના 4 વર્ષ પૂર્ણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 13 સપ્ટેમ્બર 2025ના રોજ ચાર વર્ષ પૂર્ણ. આ સમયગાળામાં સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને જન કલ્યાણ પર ભાર મુકાયો છે. અહીં વિગત આપવામાં આવી છે જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં થયેલા કામોની ઝલક બતાવે છે.

Last updated: 2025/09/13 at 6:10 પી એમ(PM)
One India News Team
Share
5 Min Read
SHARE

13 સપ્ટેમ્બર 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના સેવાદાયિત્વના ચાર વર્ષ પૂર્ણ કર્યા છે. આ ચાર વર્ષ ગુજરાતના રાજકીય, સામાજિક, ઔદ્યોગિક, આરોગ્ય, શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં બહુમુખી વિકાસના સાક્ષી બન્યા છે. તેમની કાર્યશૈલીમાં સેવા-સમર્પણ, સુશાસન, ઔદ્યોગિક વિકાસ અને નીતિ નિર્ધારણના ચાર પાયાનો સ્પષ્ટ અછાંસ જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને દેશનું “ગ્રોથ એન્જિન” ગણાવ્યું હતું, જેને વધુ ગતિ આપવા ભૂપેન્દ્ર પટેલે તેમના નેતૃત્વ દ્વારા કાર્યરત રાખ્યું છે.

ભૂપેન્દ્ર પટેલનો જન્મ 15 જુલાઈ 1962ના રોજ અમદાવાદમાં થયો હતો. સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1987માં તેઓ ભાજપમાં જોડાયા. રાજકીય કારકિર્દીની શરૂઆત મેમનગર નગરપાલિકા દ્વારા થઈ હતી, જ્યાં તેઓ 1995-96માં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બન્યા. બાદમાં મેમનગર પાલિકાના પ્રમુખ, AMC સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન, થલતેજ કાઉન્સિલર અને 2015-2017 દરમિયાન અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)ના ચેરમેન તરીકે મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવી. 2017માં તેઓ ઘાટલોડિયા વિધાનસભાથી ધારાસભ્ય ચૂંટાયા અને 2021માં ગુજરાતના 17મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી સાથે જીત મેળવી 12 ડિસેમ્બરે સતત બીજીવાર મુખ્યમંત્રી બન્યા.

તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં વિવિધ ક્ષેત્રોમાં મક્કમ પગલાં લેવામાં આવ્યા. શહેરોમાં ગેરકાયદે દબાણો દૂર કરીને ચંડોળા તળાવ, દ્વારકા અને સોમનાથ જેવા વિસ્તારોમાં હજારો ચોરસ મીટર જમીન જનહિત માટે મુક્ત કરવામાં આવી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિ અપનાવીને 50થી વધુ સરકારી અધિકારીઓ સામે કડક પગલાં લેવાયા. જાહેર ભરતીમાં ગેરરીતિ અટકાવવા કડક કાયદો અમલમાં મુકાયો. સામાન્ય જનતાને રાહત આપવા વીજળીના દરમાં 15 પૈસાનો ઘટાડો કરીને 400 કરોડનો લાભ આપવામાં આવ્યો. ખેડૂતોને જમીન ખરીદી-વેચાણની પ્રક્રિયામાં સરળતા લાવવા નિયમોમાં ફેરફાર થયા.

જનકલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં આવી. 38 શહેરોમાં આશ્રયસ્થાનો સ્થાપિત થયા, જ્યાં દરરોજ 10,000થી વધુ લોકોને આશરો મળે છે. ચાર વર્ષમાં 15 લાખથી વધુ આવાસોનું નિર્માણ થયું. પ્રાથમિક શાળાના બાળકો માટે પૌષ્ટિક અલ્પાહાર યોજના શરૂ થઈ. ગરીબ કલ્યાણ અન્ન યોજનાથી 3.26 કરોડ લોકોને લાભ મળ્યો. નમો શ્રી યોજનાથી 4 લાખ માતાઓને ₹222 કરોડ સહાય મળી. શ્રમિક અન્નપૂર્ણા યોજનાથી 2.68 કરોડ લોકોને ભોજન મળ્યું. આરોગ્ય ક્ષેત્રે PMJAY-MA યોજનાનો વ્યાપ વધારી સહાય ₹10 લાખ સુધી કરી. 2.92 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ મળ્યા, 283 ડાયાલિસિસ અને 35 કીમોથેરાપી સેન્ટરો કાર્યરત છે. રોજગાર ક્ષેત્રે 6,547 ભરતીમેળાઓ યોજાઈ અને 5 લાખથી વધુ લોકોને રોજગાર મળ્યો. નમો લક્ષ્મી યોજનાથી 10 લાખથી વધુ વિદ્યાર્થિનીઓને ₹1000 કરોડથી વધુ સહાય મળી. કિસાન સૂર્યોદય યોજનાથી 16,899 ગામોને દિવસે વીજળી મળી.

સુશાસન માટે ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન (GRIT) અને ગુજરાત વહીવટી સુધારણા આયોગ (GARC)ની રચના થઈ. વર્ષ 2025ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કરીને શહેરીકરણ માટે ખાસ આયોજન બન્યું. રાજ્યમાં 9 નવી મહાનગરપાલિકાઓ ઉમેરાઈ અને વિકસિત ગુજરાત @2047 માટે રોડમેપ તૈયાર થયો. શિક્ષણ ક્ષેત્રે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ શરૂ થઈ. પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ અને મહિલા-બાળકો માટે સિંગલ હેલ્પલાઇન નંબર 112 અમલમાં આવ્યો. પીએમ સૂર્યઘર યોજના હેઠળ ગુજરાતે 10 લાખ રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન કરીને રેકોર્ડ બનાવ્યો.

રમતગમતમાં ગુજરાત કોમનવેલ્થ 2029 અને ઓલિમ્પિક 2036 માટે પસંદ થયું, જે વૈશ્વિક સ્તરે રાજ્યની પ્રતિષ્ઠાને વધારે છે. ઔદ્યોગિક વિકાસમાં ગિફ્ટ સિટીમાં AI સેન્ટર ઑફ એક્સલન્સ તથા ફિનટેક એન્ડ ઇનોવેશન હબ ઊભા થયા. સાણંદ અને ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ્સ સ્થાપિત થઈ રહ્યા છે. સાણંદમાં ભારતની પ્રથમ OSAT ફેસિલિટી શરૂ થઈ. ચાર વર્ષમાં ગુજરાતે 20,431 મિલિયન USDની FDI મેળવી. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં 140 દેશોના 61,000 પ્રતિનિધિઓ જોડાયા.

સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સિદ્ધિઓ નોંધાઈ. યુનેસ્કોએ “ગરબા”ને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કર્યું. ભુજનું સ્મૃતિવન મ્યુઝિયમ વિશ્વના 7 શ્રેષ્ઠ મ્યુઝિયમ્સમાં સામેલ થયું. કચ્છનું ધોરડો ગામ UNWTO દ્વારા “બેસ્ટ ટુરિઝમ વિલેજ” જાહેર થયું.

નીતિ નિર્ધારણમાં આત્મનિર્ભર પોલિસી 2022, બાયોટેક પોલિસી 2022-27, IT/ITes પોલિસી, ડ્રોન પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી, સેમિકન્ડક્ટર પોલિસી, રિન્યુએબલ એનર્જી પોલિસી, ગ્રીન હાઇડ્રોજન પોલિસી, સ્ટાર્ટઅપ્સ એન્ડ ઇનોવેશન પોલિસી, સ્પેસટેક પોલિસી સહિત 16થી વધુ નવી નીતિઓ અમલમાં આવી.

આ તમામ કામગીરી દર્શાવે છે કે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે માત્ર વિકાસની ગતિ જ જાળવી નથી, પરંતુ અનેક ક્ષેત્રોમાં નવા ધોરણો સ્થાપિત કર્યા છે. તેમના પારદર્શક વહીવટ, મક્કમ નિર્ણયો અને જનહિતની દિશામાં સતત પ્રયત્નો રાજ્યને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સપના તરફ આગળ ધપાવી રહ્યા છે.

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર

ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા

અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ

34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ

વડોદરામાં બનતા C-295 વિમાનો કેમ છે ભારત માટે ગેમચેન્જર? જાણો સંપૂર્ણ વિગતો

TAGGED: ahmedabad, Assam government, AUDA, Chief Minister Bhupendra Patel, GARC, GRIT, gujarat, gujarat cm, gujarati news, Narendra Modi, news channel in india, oneindianews, અમદાવાદ, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ, ગુજરાત, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team સપ્ટેમ્બર 13, 2025
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article હોસ્ટેલમાં ઊંઘતા 8 વિદ્યાર્થીની આંખમાં ફેવીક્વિક નાખી દેતા આંખો ચોંટી, ઓડિશાની હચમચાવતી ઘટના
Next Article ગોપાલગિરિબાપુની પુણ્યતિથિ પ્રસંગે દોઢ સોથી વધુ શાળાઓમાં બટુક ભોજન

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

લેફ્ટનન્ટ જનરલ ધીરજ સેઠ બનશે ભારતીય સેનાના નવા વડા, 30 જૂને સંભાળશે આર્મી ચીફનો પદભાર
Gujarat જૂન 13, 2026
ગુજરાતની નવી ઔદ્યોગિક નીતિ-2026નું 15 જૂને થશે અનાવરણ, રોકાણ અને રોજગારીને મળશે નવી દિશા
Gujarat જૂન 13, 2026
અમદાવાદ એરપોર્ટ પર ₹4.26 કરોડનું સોનું ઝડપાયું, દુબઈથી આવેલી ફ્લાઈટના ટોઇલેટમાં સ્પીકર બોક્સમાં છુપાવ્યા હતા 24 બિસ્કિટ
Ahmedabad Gujarat જૂન 13, 2026
34 જિલ્લાઓમાં સ્થાપિત થશે અન્નપૂર્તિ ગ્રેન ATM, ગુજરાત સરકારે ફાળવ્યા ₹10 કરોડ
Gujarat જૂન 13, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?