જમ્મુના રાજૌરીમાં આતંકીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા સચિન લૌરનો પાર્થિવ દેહ 24 નવેમ્બરે તેમના ગામે પહોંચાડાયો હતો. આ દરમિયાન અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. જેના બાદ પાર્થિવ દેહને અંત્યેષ્ટિ માટે ગામના શ્મશાન ઘાટ લઈ જવાયો હતો. આ સૌની વચ્ચે મંત્રી આવે છે તેવી સૂચના મળી અને તેમના આગમન સુધી શહીદની અંત્યેષ્ટિ લગભગ દોઢ કલાક સુધી અટકાવી રખાઈ.
#WATCH | Uttar Pradesh | Mortal remains of Paratrooper Sachin Laur was brought to his native place in Aligarh.
Paratrooper Sachin Laur lost his life in the Rajouri encounter in J&K. pic.twitter.com/4AAyNxilu2
— ANI (@ANI) November 24, 2023
મંત્રીને કારણે થયો વિલંબ
ખરેખર 24 નવેમ્બરે સચિન લૌરનો પાર્થિવદેહ નગરિયા ગૌરૌલા ગામે પહોંચી ગયો હતો. અંતિમ દર્શન બાદ જ્યારે પાર્થિવ દેહને શ્મશાન ઘાટ લઈ જવાઈ રહ્યો હતો ત્યારે જ અલીગઢ જિલ્લાના ઈન્ચાર્જ તથા શેરડી વિકાસમંત્રી ચૌધરી લક્ષ્મણ નારાયણ આવી રહ્યા છે તેવી જાણકારી મળી. તેમના ત્યાં પહોંચવા સુધી દોઢ કલાકનો સમય થયો અને ત્યાં સુધી અંતિમ સંસ્કારની વિધિ અટકાવી રખાઈ હતી.