વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ”નવ-ભારત”ની ભાવનાને પ્રશંસા કરતા કહ્યું હતું કે દેશ કોવિદ-૧૯ થી સમાન મહાન પડકારો સહિત અનેકાનેક મુશ્કેલીઓ પાર કરી પ્રબળ બની વિશ્વ સમક્ષ ઉભો રહ્યો છે. વિશ્વ આજે ભારતને ”વિશ્વ-મિત્ર” માની રહ્યું છે.
અહીંના ‘કાન્હા-શાંતિ-વનમ્’માં એક ચુંટણી જાહેરસભાને સંબોધતા કહ્યું હતું કે દેશ આજે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, વ્યૂહાત્મક સ્થિતિ અને સાંસ્કૃતિક ઉત્કર્ષની સાથે દરેક ક્ષેત્રે પ્રગતિ કરી નવરચના અને પુનર્જાગૃતિના ઉંબરે આવી ઉભો છે.
તેઓએ કહ્યું ભારત એક વિકસિત રાષ્ટ્ર બનવા તરફ ડગ માંડી રહ્યું છે, તે પોતાને ”વિશ્વનું મિત્ર” માને છે. તેમાં પણ જ્યારે કોરોના મહામારી પછી વૈશ્વિક અર્થતંત્ર ”હતાશા”માં ડૂબી ગયું હતું ત્યારે આપણે તેની પડખે ઉભા રહ્યા હતા. આથી મારે તમોને તે કહેવાની જરૂર જ નથી કે વિશેષતઃ ત્યારથી વિશ્વ આપણને ”વિશ્વ-મિત્ર” તરીકે જોઈ રહ્યું છે. વિશ્વ આપણને ”વિશ્વમિત્ર” કહી રહ્યું છે. આપણી સંસ્કૃતિ તો મહાન વારસારૂપ છે અને તમો-સર્વે તે સંસ્કૃતિના પ્રતિનિધિઓ છે. આ સાથે વડાપ્રધાને કહ્યું હતું કે ”સમૃદ્ધિ કૈં સંપત્તિ અને સાધનોથી આવતી નથી; પરંતુ તે સાંસ્કૃતિક મૂલ્યોના જતનથી અને તેના અનુસરણથી પ્રાપ્ત થાય છે.” તેઓએ જનસભાને સંબોધતા કહ્યું ઃ ”તમો સર્વે પણ સમૃદ્ધ ભારત રચવામાં પ્રદાન કરી રહ્યા છો. આપણી સમૃદ્ધ વિરાસત સાંસ્કૃતિક વિશિષ્ટતા અને સાંસ્કૃતિક મૂલ્યોનાં જતન દ્વારા તમો સૌ તે કરી જ રહ્યા છો.”
આ સાથે આધ્યાત્મિક નેતા અને લેખક કમલેશ ડી. પટેલે સામાજિક ન્યાય માટે કરેલા પ્રયત્નોને બિરદાવતા કહ્યું હતું કે માનવતા માટે કમલેશજીએ (કમલેશ ડી. પટેલે) કરેલ પ્રયત્નો ખરા અર્થમાં પ્રશંસનીય છે. તેઓને પદ્મ એવોર્ડથી વિભૂષિત કરવાનું સરકારને બહુમાન પ્રાપ્ત થયું છે. આવી વ્યક્તિઓને માન. આપવાની અમે એક પરંપરા સ્થાપી છે.
”રાષ્ટ્રે ચાર ‘અમૃત સ્તંભો’નો આદર કરવાની જરૂર છે તેમ કહેતા વડાપ્રધાને તે ચાર સ્તંભો વિષે જણાવ્યું તે પૈકી એક છે, મહિલા શક્તિ, બીજો છે યુવા શક્તિ, ત્રીજો છે માનવશક્તિ અને ચોથો છે ઉદ્યોગ. ચાર અમૃત-સ્તંભો છે.”
જનસભાને સંબોધન કર્યા પછી વડાપ્રધાને કમલેશ ડી. પટેલની સાથે ”કાન્ટા-શાંતિ-વનમ્”માં આમ્રવૃત્તિનો છોડ રોપ્યો હતો.
તેલંગાણામાં ૩૦મી નવેમ્બરે યોજાનાર મતદાનનો સંદર્ભ આપતા બેઠકમાં કહ્યું હતું કે આ (વિધાનસભા ચુંટણીમાં) ચુંટણીમાં ૩૦મી તારીખે ‘કમળ’ ખીલી જ ઊઠશે.