તેલંગાણા વિધાનસભા ચૂંટણી માટે બીજેપી એડીચેટીનું જોર લગાવી રહી છે. વડાપ્રધાન મોદી ઉપરાંત બીજેપીના અનેક દિગ્ગજ નેતા જોર શોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ત્રણ દિવસ બાદ યોજાનારી ચૂંટણી માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે તેલંગાણામાં જનસભા કરી હતી. નડ્ડાએ પોતાની જનસભા દરમિયાન ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.
કોંગ્રેસ અને BRS બંને ભ્રષટાચારમાં ડૂબેલી પાર્ટીઓ
જેપી નડ્ડાએ ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ અને બીઆરએસ પર શબ્દ પ્રહાર કર્યા હતા. નડ્ડાએ કહ્યું કે, કોંગ્રેસ અને બીઆરએસ પાર્ટી બંને જ ભ્રષ્ટાચારમાં ડૂબેલી પાર્ટીઓ છે. બંને પાર્ટીઓ પરિવારવાદ અને વંશવાદને વધારનારી પાર્ટી છે. બંને પાર્ટીઓમાં હું, મારો પુત્ર, મારો જમાઈ, મારી પુત્રી, પૌત્ર, પ્રપૌત્ર.. એટલે કે, મારા જ પરિવારના લોકો આવવા જોઈએ. બાકીના લોકો તાળી પાડતા રહે. બીઆરએસ તૃષ્ટીકરણની રાજનીતિ કરી રહી છે.
કોંગ્રેસે 2જી કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડ, ચોખા કૌભાંડ, કોલસા કૌભાંડ કર્યું છે. કોંગ્રેસે દરેક શક્ય રીતે મહત્તમ હદ સુધી ભ્રષ્ટાચાર આચર્યો છે. આકાશ, સમુદ્ર અને ધરતી.. કોંગ્રેસે ભ્રષ્ટાચાર મામલે કોઈને નથી છોડ્યા. BRS અને કોંગ્રેસ એક જેવા જ છે. બંને દગાબાજ છે.
બીજેપી અધ્યક્ષે એલાન કર્યું છે કે, જો તેલંગાણામાં સરકાર બનશે તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું કરવામાં આવશે. નડ્ડાએ કહ્યું કે જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટશે. આ ઉપરાંત ભાજપે કોલેજના વિદ્યાર્થીઓને ફ્રી માં લેપટોપ આપવાનો પણ નિર્ણય કર્યો છે.