શાહરુખ ખાનની નવી ફિલ્મનું સાચું નામ આખરે છે શું. ફિલ્મની જાહેરાતથી પોસ્ટર અને ટ્રેલર સુધી ડંકી લોકો કહી રહ્યા છે. પોસ્ટરમાં સ્પષ્ટ લખ્યું છે કે, ડંકી શબ્દ, ત્યારે હવે સવાલ એ છે કે, ફિલ્મનું સાચું નામ શું છે ચાલો જાણીએ આનો સાથો અર્થ અને ફિલ્મનું નામ સાથે શું કનેક્શન છે.
જો આપણે DUNKI અને DONKEY બંને શબ્દો જોઈએ, તો DUNKI ના ઉચ્ચારને લઈને મૂંઝવણ વધી ગઈ. પણ બંનેનો ઉચ્ચાર સરખો છે. જોકે, શાહરૂખ ખાને તેના ટ્વિટર પર તેનો અર્થ અને ઉચ્ચાર બંને સમજાવ્યા હતા.
શું છે DUNKIનો અર્થ, શાહરુખ ખાને જણાવ્યું
સોશિયલ મીડિયા પર #AskSRK સેશનમાં એક યુઝરે શાહરુખ ખાનને આ સાથે જોડાયેલો એક સવાલ પુછ્યો હતો. આ ફિલ્મનું નામ ડંકી રાખવાનું કારણ શું છે. શાહરુખ ખાને તેનું ઉચ્ચારણ અને અર્થ બંન્ને જણાવ્યો હતો. શાહરુખ ખાને લખ્યું DUNKI ને ડંકી વાંચવામાં આવે છે, જે રીતે Hunky, Funky અને Monkey વાંચવામાં આવે છે.
Dunki is a way of describing an illegal journey across borders. It is pronounced डंकी. It’s pronounced like Funky…Hunky….or yeah Monkey!!! https://t.co/t0Et738SEk
— Shah Rukh Khan (@iamsrk) November 22, 2023
ડંકી શબ્દનો અર્થ ડંકી ફ્લાઈટ સાથે જોડાયેલો
ડંકી શબ્દનો અર્થ ડંકી ફ્લાઈટ સાથે જોડાયેલો છે. ફિલ્મનો વિષય પણ ડંકી ફ્લાઈટ સાથે જોડાયેલો છે. તેનો અર્થ થાય છે ગેરકાયદેસર રીતે કોઈ દેશમાં એન્ટ્રી લેવી. તે રુટને Donkey Route કહેવામાં આવે છે. દુનિયાના કેટલાક એવા ડંકી રુટ છે. ગુગુલ કે પછી યુટ્યુબ પર USA સર્ચ કરો છો તો અનેક વીડિયો છે જે જણાવે છે કે, એક દેશમાંથી ગેરકાયદેસર તરીકે બીજા દેશમાં પ્રવેશ કરવો.
પંજાબમાં ડંકી ફ્લાઈટનો બિઝનેસ ફેલાયેલો છે. જ્યાં વસ્તીનો મોટો ભાગ વિદેશમાં જઈને ત્યાં સ્થાયી થવા માંગે છે. ફર્સ્ટ પોસ્ટના અહેવાલ મુજબ આ ધંધો ઉત્તર પ્રદેશ અને હિમાચલમાં પણ ફેલાયેલો છે. અને ગુજરાત સુધી પહોંચ્યો છે.
કેવી રીતે શરૂ થાય છે આ પ્લાન?
યુવાનોમાં સૌથી વધુ જોવા મળે છે. જે યુવાનો પોતાના સપના પૂરા કરવા માટે ક્યાંક વિદેશ જવા માંગે છે. ટ્રાવેલ એજન્ટો આમાં મોટી ભૂમિકા ભજવે છે. તેમાં કેટલાક સત્તાવાર રીતે તેમને વિદેશ જવા માટે મદદ કરે છે, પરંતુ કેટલાક એવા છે જેઓ તેમને ત્યાં લઈ જવા માટે ગેરકાયદેસર પદ્ધતિઓ અપનાવે છે. ઘણી વખત તેઓ ગેરકાયદેસર રીતે સરહદ પાર કરતા પકડાય છે.