રણબીર કપૂર અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ફિલ્મને રિલીઝ થયાના 10 દિવસ થઇ ચુક્યા છે અને હજુ પણ ફિલ્મ હાઉસફુલ જઈ રહી છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર પ્રત્યેક દિવસે મોટા મોટા રેકોર્ડ તોડવાની સાથે સાથે ધૂમ કમાણી પણ કરી રહી છે. આ ફિલ્મે 10માં દિવસે કમાણીના મામલે ઘણી મોટી ફિલ્મોને પાછળ છોડી દીધી છે. હવે તે 10મા દિવસે હાઇએસ્ટ કલેક્શનના મામલે બીજા નંબરે પહોંચી ગઈ છે.
ભારતમાં એનિમલનું કલેશન 400 કરોડ પાર
સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેકશનમાં બની ફિલ્મ એનિમલે રિલીઝના પહેલા અઠવાડિયામાં 337.58 કરોડ રૂપિયાની જબરદસ્ત કમાણી કરી હતી. ફિલ્મ બીજા અઠવાડિયામાં પણ શાનદાર કમાણી કરી રહી છે. જ્યારે ફિલ્મે બીજા શુક્રવારે 22.95 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું, તો બીજા શનિવારે ફિલ્મની કમાણીમાં 51.37 ટકાનો ઉછાળો આવ્યો હતો અને એનિમલે 34.74 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મે રિલીઝના 10મા દિવસે 37 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે જ ભારતમાં એનિમલની કમાણી કુલ 427 કરોડ પહોંચી ગઈ છે.
ફિલ્મે રિલીઝના 10મા દિવસે કરી ધૂમ કમાણી
એનિમલે તેની રિલીઝના 10મા દિવસે 37 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. આ સાથે આ ફિલ્મ 10મા દિવસે સૌથી વધુ કલેક્શન કરનાર બીજી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે તેની 10મા દિવસની કમાણીમાં ઘણી ફિલ્મોને માત આપી છે. મળેલા અહેવાલો અનુસાર એનિમલ 10મા દિવસે સૌથી વધુ કલેક્શન કરનાર ફિલ્મોની લીસ્ટમાં બીજા નંબરે પહોંચી ગઈ છે.
આ ફિલ્મોએ કરી રિલીઝના 10મા દિવસે ધૂમ કમાણી
- ગદર 2 – 38.9 કરોડ રૂપિયા
- એનિમલ – 37 કરોડ રૂપિયા
- દંગલ – 30.69 કરોડ રૂપિયા
- જવાન – 30.1 કરોડ રૂપિયા
- સંજૂ – 28.05 કરોડ રૂપિયા
- ટાઈગર જિન્દા હૈ – 22.23 કરોડ રૂપિયા
- પઠાન – 13.5 કરોડ રૂપિયા