સ્ક્રેપનો ધંધો કરતી કંપનીઓનું અસ્તિત્વ માત્ર કાગળ પર
પશ્ચિમ બંગાળની આંગડિયા પેઢી દ્વારા નાણાં મોકલાય છે, આંખમાં ધૂળ નાખવા ખોટાં બિલો દ્વારા GST ચૂકવાય છે
બાંગ્લાદેશમાં સક્રિય 5 સંસ્થાઓ પર ગુજરાત પોલીસની નજર
–રઝાકાર
–અલ સમ્સ અલ બદલ
–ICS (ઈસ્લામિક છાત્ર શિબિર)
–JEM (જમાત-એ-ઈસ્લામ)
–HEM (હિફાઝત-એ-ઈસ્લામ)
હવાલા રેકેટથી બાંગ્લાદેશમાં સક્રિય આ પાંચ સંસ્થાઓ પાસે રૂપિયા પહોંચતા હોવાની માહિતી પોલીસને જ મળી છે. પોલીસ : સૂત્રોનું કહેવું છે કે, આ પૈકી કેટલીક સંસ્થાઓ ભારત વિરોધી કાર્યવાહીમાં સામેલ હોવાના ઇનપુટ્સ પણ છે.
બેન્ક અને પશ્ચિમ બંગાળની આંગડિયા પેઢી દ્વારા હવાલા પડાયાં
બાંગ્લાદેશ સાથે સ્ક્રેપના સામાનની લેવડ-દેવડ બતાવીને જે રૂપિયાના હવાલા પાડવામાં આવ્યા છે તે પૈકી મોટા ભાગના વ્યવહારો બેન્ક અને પશ્ચિમ બંગાળની કેટલીક આંગડિયા પેઢી થકી પાડવામાં આવ્યા છે. બાંગ્લાદેશથી મંગાવાયેલા સામાનના રૂપિયાના નામે ટ્રાન્સફર કરાયા છે
શંકા જાય નહીં એ માટે GST પણ ભરવામાં આવ્યો છે
પોલીસના ધ્યાને આવ્યું છે કે, હવાલા રેકેટમાં માત્ર ખોટા બિલ બનાવીને પૈસા ટ્રાન્સફર થયા છે એટલું જ પૂ ‘પૂરતુ નથી. 1. જે વસ્તુની ફિઝિકલ લેવડ-દેવડ નથી થઈ અને માત્ર કાગળ પર જ વ્યવહાર બતાવાયા છે તેમાં શંકા ના જાય માટે GST પણ ભર્યો છે.
ભંગાર (સ્ક્રેપ)ની ભૂતિયાં કંપનીઓ બનાવી માત્ર ચોપડા પર જ ખરીદ-વેચાણ બતાવીને બાંગ્લાદેશમાં હવાલાથી રૂપિયા ટ્રાન્સફર કામ પતાવી . કરવાના કૌભાંડનો અમદાવાદ કાઈમ બ્રાન્ચે બનાસકાંઠાના જ એક શખ્સની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. જેમાં અમદાવાદ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આવી ભૂતિયા કંપનીઓ દ્વારા હવાલા રેકેટ ચાલતું હોવાનો ઘટસ્ફોટ થયો છે. કાઈમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓનું કહેવું છે કે, આ રૂપિયા બાંગ્લાદેશમાં ભારતવિરોધી સંસ્થાઓ સુધી પહોંચતા હોવાની માહિતી આધારે તપાસ ચાલી રહી છે.
ક્રાઈમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓએ ગુજરાત વાયા પશ્ચિમ બંગાળ થઈ બાંગ્લાદેશમાં પડતા હવાલા રેકેટમાં આઠેક લોકોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હોવાની વાતની કબૂલાતુ કરી છે. હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો હોવાની વાતનું સમર્થન આપતા સિનિયર અધિકારીઓએ ટૂંક સમયમાં સત્તાવાર મની લોન્ડરિંગ’ અંગે કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ ઉમેર્યુ હતુ. છાપીમાંથી પકડાયેલા શખ્સે કાઈમ બ્રાન્ચના ગુપ્ત ઓપરેશનની ગંધ આવીજતા 30 લાખનો સ્ક્રેપ લઈને માલ પણ મોકલ્યો હતો. જે અંગે પણ કાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે, અટકમાં લેવાયેલા શખ્સોએ એક વર્ષમાં સરેરાશ એકથી દોઢ કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે. બાંગ્લાદેશની આ પાંચ સંસ્થા પર પોલીસની નજર અને પોલીસનું કહેવું છે કે, બાંગ્લાદેશીઓ આર્થિક સ્થિતિ સુધારવા માટે ભારતમાં ઘુસી આવે છે અને પછી અલગ અલગ રાજ્યોના અલગ અલગ જિલ્લાઓમાં ઓળખ બદલી રહે છે. તે પૈકી કેટલાક વેપાર-ધંધા સેટ પણ કરી લે છે તો કેટલાક કરીને રૂપિયા બાંગ્લાદેશમાં મજૂરી તેમના પરિવારને મોકલાવે છે. આ રૂપિયા ખરેખર તેમના પરિવારને જ મળે છે કે પછી ત્યાં સક્રિય ભારત વિરોધી સંસ્થાઓ જેવી કે, રઝાકાર, અલ સૂમ્સ અલ બદલ, ICS (ઈસ્લામિક છાત્ર શીબીર) HEM (હિફાઝત-એ-ઈસ્લામ), JEM (જમાત-એ-ઈસ્લામ) પુધી પહોંચે છે? તેના પર અમારૂ સર્વેલન્સ છે અને ઘણી બધી વિગતો મળી છે. પશ્ચિમ બંગાળથી આંગડીયામાં રૂપિયા પહોંચે છે.એક અધિકારીએ રૂપિયા બાંગ્લાદેશમાં કેવી રીતે પહોંચે તેનો ઘટસ્ફોટ કરતા કહ્યું હતુ કેટલાક બેન્ક દ્વારા વ્યવહાર કરે છે કે, છે તો કેટલાક અહીંથી પશ્ચિમ બંગાળ આંગડીયામાં કે બેન્ક સુધી ટ્રાન્સફર કરે છે. ત્યાંથી કેટલીક આંગડીયા પેઢી વિદેશમાં પણ હવાલા પાડી આપતી હોવાનું ધ્યાને આવ્યું છે.
તખ્તાપલટના કારણે તેમના વિરુદ્ધનું પોલીસનું અભિયાન અટક્યું
રાજ્યમાં 2 લાખ બાંગ્લાદેશી, કોર્પોરેટરના લેટરહેડ દ્વારા આધારકાર્ડ બનાવી દીધાં
બાંગ્લાદેશમાં થયેલા સત્તાપલટાએ ગુજરાતમાં રહેતા ગેરકાયદે બાંગ્લાદેશીઓ પર પોલીસના એક મસમોટા ઓપરેશનને બ્રેક મારી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડ્રગ્સ સપ્લાય, વેશ્યાવૃત્તિ અને ભાંગ્લાદેશમાં સક્રિય ભારત વિરોધી પાંચ જેટલી સંસ્થાઓને અહીંથી જ ફંડ સપ્લાય કરવા જેવી ગંભીર બાબતોને લઈને આ એજન્સી છેલ્લા ત્રણેક મહિનાથી ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પર વોચ રાખી રહી છે. અમદાવાદના એક સિનિયર પોલીસ ઓફિસરે આ ઓપરેશન અંગે વાત કરતા કબૂલાત કરી હતી કે, ગુજરાતમાં અંદાજે 2 લાખથી વધુ ગેરકાયદે બાંગ્લાદેશના લોકો રહે છે..
અમદાવાદના 3 મ્યુનિ.કોર્પોરેટર ક્રાઈમ બ્રાન્ચના રડારમાં
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધવામાં આવેલી ફરિયાદમાં મહિલા મ્યુનિ. કાઉન્સિલરનો ઉલ્લેખ છે. આઉપરાંત અન્ય બે કોર્પોરેટરોએ પણ પોતાના વિસ્તારના વગદાર વ્યક્તિના કહેવાથી ગેરકાયદે ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને તે સ્થાનિક વ્યક્તિ હોવાના પોતાના લેટરપેડ પર ભલામણ પત્રો લખીઆપ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 2021 પહેલાં રહેણાંકના પુરાવા ના હોય તો કોર્પોરેટર, ધારાસભ્ય કે સાંસદના લેટરપેડથી થયેલી ખાતરી કે ભલામણને માન્ય રાખવામાં આવતી હતી.
ઢાકાથી પાક. વાયા ભુજ-અમદાવાદનું કનેક્શન… ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર સર્વેલન્સ કરી રહેલી એજન્સીના ધ્યાને આવ્યું છે કે, એક ગ્રૂપનું કનેકશન ઢાકાથી પાકિસ્તાન છે જેમાં ભુજ અને અમદાવાદ કનેક્શન પણ મળી રહ્યું છે.