નડિયાદ પીજ ભાગોળ ખાતે આવેલ “મૈત્રી” સંસ્થામાં દિવ્યાંગ બાળકો માટે ત્રિદિવસીય ઇકો ફ્રેન્ડલી ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ. આ ત્રણ દિવસ દરમિયાન દિવ્યાંગ બાળકો દ્વારા ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરી ગણપતિ દાદાની પ્રાર્થના કરી હતી.
સંસ્થા દ્વારા દિવ્યાંગ બાળકોની સાથે તથા સમાજસેવા સાથે સંકળાયેલા પ્રિયંકાબેન સ્મિતાબેન ક્રિષ્નાબેન નિકુંજભાઈ દિવ્યાંગ બાળકો તથા વાલીઓ જોડાઈ આરતીનો લાભ લીધો હતો. તથા તેઓના હસ્તે મૈત્રી સંસ્થાના પટાંગણમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીનું વિસર્જન કરી ભાવભરી વિદાય આપી હતી.
અંતમાં મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર ગણેશ મહોત્સવ કાર્યક્રમમાં સહકાર આપવા બદલ હૃદય પૂર્વક આભાર માન્યો હતો આ ગણેશજી ની મૂર્તિ ની માટી તથા પ્રસાદ બાળકો તથા ઉપસ્થિત સૌને આપવામાં આવ્યો હતો.