આ વર્ષે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન પર મહાકુંભ યોજાશે, જે 13 જાન્યુઆરી 2025ના રોજ શરૂ થઈને 26 ફેબ્રુઆરી 2025ના રોજ પૂર્ણ થશે. આસ્થાના સૌથી મોટા મેળાવડા મહાકુંભ માટે રેલવે 45 દિવસમાં 13 હજાર ટ્રેનો દોડાવશે. ત્રણ હજાર વિશેષ ટ્રેનો હશે. 10 હજાર નિયમિત ટ્રેનો છે. મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા પહોંચેલા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વારાણસી અને પછી પ્રયાગરાજમાં આ જાહેરાત કરી હતી. ગુજરાતમાંથી પણ કેટલીક ડાયરેક્ટ ટ્રેન મહાકુંભ માટે દોડશે.
उत्तर प्रदेश के झूंसी रेलवे स्टेशन पर माननीय रेल मंत्री @AshwiniVaishnaw जी ने कहा कि महाकुंभ-2025 के दौरान करीब 13 हजार ट्रेनों से दो करोड़ यात्रियों को संगमनगरी लाने की तैयारी है।#KumbhRailSeva2025 pic.twitter.com/w6ElsaqU8A
— Ministry of Railways (@RailMinIndia) December 8, 2024
રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ‘પ્રયાગરાજ મહાકુંભ માટે ચાર રીંગ રેલ સર્કલ બનાવવામાં આવ્યા છે. જેમાં વારાણસી-પ્રયાગરાજ, પ્રયાગરાજ-અયોધ્યા, અયોધ્યા-કાશી અને પ્રયાગરાજ સર્કલનો સમાવેશ થાય છે. દેશના વિવિધ રાજ્યોના 50 શહેરોથી પ્રયાગરાજ સુધી વિશેષ ટ્રેનો દોડશે. મહાકુંભ દરમિયાન પ્રયાગરાજથી દેશના ખૂણે-ખૂણે સીધી કનેક્ટિવિટી હશે. આ સમયગાળા દરમિયાન, ગુજરાત, ચેન્નઈ અને મુંબઈ સહિત 50 શહેરોમાંથી પ્રયાગરાજ માટે લાંબા અંતરની આરક્ષિત ટ્રેનો દોડશે. આ વખતે મહાકુંભ દરમિયાન બીજી ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.’
મહાકુંભ 2025 માટે રેલવે દ્વારા યાત્રીઓને સરળ અને સુવિધાજનક સેવા પ્રદાન કરવા માટે ખાસ વ્યવસ્થાઓ અમલમાં મુકાઈ રહી છે. આ નવી વ્યવસ્થાઓ ભીડના સંચાલન અને યાત્રાળુઓના અનુભવને મલ્ટિ-લેવલ સુવિધાઓ સાથે વધુ સરળ બનાવશે.
મુખ્ય વ્યવસ્થાઓ:
- મોબાઇલ ટિકિટિંગ મશીનોની સુવિધા:
- લાઈનમાં ઊભા રહ્યા વિના મુસાફરોને જનરલ ટિકિટ ઉપલબ્ધ કરાવવા માટે મોબાઇલ ટિકિટિંગ મશીનોનો ઉપયોગ.
- આ મશીનો આશ્રયસ્થાન, વેઇટિંગ રૂમ, અને અન્ય વ્યસ્ત વિસ્તારોમાં રાખવામાં આવશે.
- આ મશીન મારફતે મુસાફરો તેમના ગંતવ્ય સ્થાન માટે ટિકિટ ઝડપી મેળવી શકશે.
- મોબાઇલ એપ દ્વારા ટિકિટ બુકિંગ:
- મુસાફરો UTS મોબાઇલ એપ દ્વારા જનરલ ટિકિટ બુક કરી શકશે.
- એપ પર ટિકિટ બુક કરવાથી સ્ટેશન પર લાઈનમાં ઊભા રહેવું નહીં પડે.
- વિશેષ ટિકિટ કાઉન્ટર:
- ભીડવાળા સ્ટેશનો પર 554 અનરિઝર્વ્ડ ટિકિટ કાઉન્ટર સ્થાપિત કરાશે.
- આ કાઉન્ટર્સ દ્વારા યાત્રાળુઓ માટે ટિકિટ વિતરણ વધુ સરળ બનશે.
- ભીડ સંચાલન:
- રેલવે કર્મચારીઓની વિશેષ તૈનાતી, જે મુસાફરોને માર્ગદર્શન અને ટિકિટ પ્રાપ્તિમાં મદદરૂપ રહેશે.
- ભીડવાળા વિસ્તારોમાં વ્યવસ્થા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આયોજન.
આ સુવિધાઓનું મહત્વ:
- યાત્રાળુઓનો સમય બચાવશે.
- ભીડ નિયંત્રણમાં મદદરૂપ થશે.
- મુસાફરી વધુ આરામદાયક અને વ્યવસ્થિત બનશે.
- ડિજિટલ પદ્ધતિઓ દ્વારા સેવાની નવીકૃત ક્ષમતાઓ.
મહાકુંભ દરમિયાન રેલવેની આ પ્રકારની પ્રગતિશીલ વ્યવસ્થાઓ ડિજિટલ ઇન્ડિયા અને યાત્રાળુઓના સુખદ અનુભવ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
18 હજાર આરપીએફ અને જીઆરપી જવાનો તૈનાત રહેશે
મહાકુંભ મેળા દરમિયાન 18 હજાર આરપીએફ અને જીઆરપી જવાનો તૈનાત કરવામાં આવશે. જેમાં આરપીએફ જવાનોની સંખ્યા આઠ હજાર અને જીઆરપી જવાનોની સંખ્યા દસ હજાર હશે. આ ઉપરાંત દેશભરમાંથી રેલવેના 13 હજાર અધિકારીઓ અને કર્મચારીઓ અહીં તૈનાત રાખવામાં આવશે. હિન્દી અને અંગ્રેજીની સાથે દક્ષિણ ભારતીય, પંજાબી, બંગાળી, મરાઠી, ગુજરાતી વગેરે બોલી શકે તેવા કર્મચારીઓ મોટી સંખ્યામાં છે.
12 ભાષાઓમાં બુકલેટ તૈયાર કરવામાં આવી
મહાકુંભ દરમિયાન તમામ રાજ્યોમાંથી ભક્તો પ્રયાગરાજ આવશે. આમાં ઘણા એવા હશે જેઓ હિન્દી જાણતા નહીં હોય. આવા મુસાફરોની સુવિધા માટે, રેલવે પ્રશાસને તમિલ, કન્નડ, ઉડિયા, મલયાલમ, મરાઠી સહિત 12 પ્રાદેશિક ભાષાઓમાં બુકલેટ તૈયાર કરી છે.
આ શહેરોમાંથી આરક્ષિત ટ્રેનો પ્રયાગરાજ આવશે
દેશભરના શહેરોમાંથી પ્રયાગરાજ જવા માટે વિવિધ ટ્રેનો દોડાવાશે, જેમાં ગુવાહાટી, રંગપારા ઉત્તર, મુંબઈ સીએસટી, નાગપુર, પુણે, સિકંદરાબાદ, ગુંટૂર, નાંદેડ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, પુરી, સંબલપુર, કન્યાકુમારી, તિરુવનંતપુરમ ઉત્તર, ચેન્નઈ મધ્ય, હાવડા, ડૉ. આંબેડકરનગર, વાપી, અમદાવાદ, રાજકોટ, વડોદરા, વલસાડ, ભાવનગર, જયનગર, દરભંગા, મુઝફ્ફરપુર, ધનબાદ, પટના, ગયા, રક્સૌલ, સહરસા, બેલાગવી, મૈસુર, ઉદયપુર શહેર, બાડમેર, ટાટાનગર, રાંચી વગેરેનો સમાવેશ થાય છે.
અયોધ્યામાં 3000 ક્ષમતાનું આશ્રયસ્થાન બનાવવામાં આવશે
રામનગરીમાં રામલલા દર્શન કરવા માટે લાખો ભક્તો પ્રયાગરાજના મહાકુંભથી વિશેષ તારીખો પર અયોધ્યા પહોંચશે. તેમના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 3000ની ક્ષમતાવાળું આશ્રયસ્થાન બનાવવામાં આવશે. તેમાં લોકો રહેવા માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવશે.
આ 10 સ્પેશિયલ ટ્રેનો મહાકુંભ દોડશે
- 09031/32 ઉધના-બલિયા 9મી જાન્યુ.થી પાંચ ટ્રીપ
- 09029/30 વડોદરા-બલિયા, 20મી જાન્યુ.થી પાંચ ટ્રીપ
- 09019/20 વલસાડ-દાનાપુર 8મી જાન્યુઆરીથી આઠ ટ્રીપ
- 09021/22 વાપી-ગયા 9મી જાન્યુઆરીથી 10 ટ્રીપ
- 09021/22 અમદાવાદ-વારાણસી 9મી જાન્યુઆરીથી 15 ટ્રીપ
- 09413/04 સાબરમતી-વારાણસી 9મી જાન્યુ.થી આઠ ટ્રીપ
- 09537/38 રાજકોટ-વારાણસી 17મી જાન્યુઆરીથી પાંચ ટ્રીપ
- 09555/56 ભાવનગર-વારાણસી 18મી જાન્યુઆરીથી પાંચ ટ્રીપ
- 09421 /22 સાબરમતી-વારાણસી 19મી જાન્યુઆરીથી છ ટ્રીપ
- 09591/92 વેરાવળ-વારાણસી 20મી જાન્યુઆરીથી બે ટ્રીપ કરશે