Skip to content
સોમવાર, નવેમ્બર 23, 2026 Ahmedabad 25°C

વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને આઠ વર્ષ પૂર્ણ થતાં યોજાયો કાર્યક્રમ

વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને આઠ વર્ષ પૂર્ણ થતાં યોજાયો કાર્યક્રમ

શ્રી વિશા ખડાયતા સિનિયર સિટીઝન ફોરમ ઉમરેઠને સફળ આંઠ વર્ષ પૂરા થઈને નવમાં વર્ષમાં મંગલ પ્રવેશ થવા બદલ નાશિકવાળા હોલ ઉમરેઠ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો. આ સંદર્ભે બ્રહ્મા કુમારીઝ સેન્ટર ઉમરેઠથી બ્રહ્મા કુમારી નીતાબહેન ની મુખ્ય ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમને સફળ બનાવવા સિનિયર સિટીઝન ફોરમના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ, ઉપ પ્રમુખ જયપ્રકાશ શાહ, મંત્રી દિનેશભાઈ શાહ, ખજાનચી ભુપેન્દ્રભાઈ શાહ તથા ફોરમના સૌ સભ્યો સક્રિય રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં નીતાબહેન અને ફોરમના સભ્યો દ્વારા દીપ પ્રજવલન કરવામાં આવ્યું. ત્યાર બાદ ફોરમના પ્રમુખ મહેન્દ્રભાઈ શાહ દ્વારા કાર્યક્રમ અનુસંધાન વક્તવ્ય આપવામાં આવ્યું. અને ત્યાર પછી જેમની રાહ જોવાતી હતી તેવા બ્રહ્મા કુમારી નીતાબહેનના આશીર્વચન સૌને મળ્યા. ખાસ વાત તો એ રહી કે આ સંસ્થાના સંસ્થાપક વરિષ્ઠ સમાજસેવી ડૉ. રસિકભાઈ પોતે અસ્વસ્થ હોવા છતાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને તેમની ઉપસ્થિતિ થી સૌનો ઉત્સાહ બમણો થઈ ગયો.

 

 

 

રિપોર્ટર -ધનંજય શુક્લ( ઉમરેઠ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.