Skip to content
સોમવાર, નવેમ્બર 2, 2026 Ahmedabad 30°C

આણંદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો

આણંદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો

મકસુદ રાણાએ મુકેશ નામ જણાવીને ૩૦ વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાનું વચન આપીને દુષ્કર્મ આચર્યું

આણંદ: તા.૨૭ આણંદ શહેરમાં રહેતી એક ૩૦ વર્ષની યુવતી સાથે ચારેક વર્ષથી બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં રહેતાં વિધર્મીએ ખોટું નામ ધારણ કરીને પ્રેમસંબંધ બાંધીને આણંદ ખાતે આવેલા બે ગેસ્ટ હાઉસમાં લાવીને અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં યુવતીએ લગ્ન કરવાનું કહેતાં વિધર્મીએ પોતાની પાસે રહેલાં યુવતીના ફોટા વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેને લઈને ડરી ગયેલી યુવતીએ આ અંગે આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ઘરી છે.

આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલે આણંદ શહેર પોલીસ મથકે સોમવાર બપોરના સાડા ત્રણ વાગ્યાના આસપાસના સમયે પત્રકાર પરિષદ યોજીને આ ઘટના બાબતે માહિતી આપતાં જણાવ્યું હતું કે, બોરસદ તાલુકાના નાપા તળપદ ગામમાં રહેતો પરિણીત મકસુદ દિલુભા રાણા અવાર-નવાર આણંદ ખાતે ઘાસચારો વેચવા માટે આવતો હતો. તે દરમિયાન ઘાસચારો લેવા આવતી એક ૩૦ વર્ષની અપરણિત યુવતીના સંપર્કમાં આવ્યો હતો. પોતાનું નામ મકસુદ દિલુભા રાણા હોવા છતાં તેણે પોતાનું નામ મુકેશ હોવાનું જણાવીને યુવતી સાથે પરિચય કેળવીને બાદમાં તેણીને પ્રેમજાળમાં ફસાવી હતી.ત્યારબાદ અવાર-નવાર આણંદ ખાતે આવેલા બે ગેસ્ટ હાઉસમાં આણંદની યુવતી લઈ જઈને તેણીની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતાં. ગત જાન્યુઆરી ૨૦૨૦થી જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન મકસુદ રાણાએ યુવતી સાથે અવાર નવાર શરીર સંબંધો બાંધીને તેના ફોટા પાડી લીધાં હતાં. યુવતીએ લગ્ન કરવાની વાત કરતાં જ દિલુભા રાણાએ ફોટા વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાંખવાની ઘમકી આપી હતી. બીજી બાજુ યુવતીએ તપાસ કરતાં તેણી જેની સાથે પ્રેમસંબંધ રાખતી હતી તે મુકેશ નહીં પરતુ મકસુદ નામ હોવાનું જાણવા મળ્યું હતું. જેને લઈને આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી મકસુદ રાણાની ઘરપકડ કરીને મોબાઈલ ફોન જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ઘરી છે.

 

 

રિપોર્ટર – ભાવેશ સોની(આણંદ)

Filed under Anand Gujarat

Share this story

Latest News

View all
All latest news

Explore Districts

News from every corner of Gujarat.