આતંકવાદી હુમલા ના વિરુદ્ધમાં વાલોડ તાલુકા હિન્દુ સંગઠન, ભારતીય જનતા પાર્ટી, અખિલ હિન્દ મહિલા પરિષદ જેવા વિવિધ સંગઠનો તથા વાલોડ નગર તથા આજુબાજુ માંથી મોટી સંખ્યામાં લોકો આ શ્રદ્ધાંજલિ તથા જન આક્રોશ રેલી નીકળી હતી.
હાય રે પાકિસ્તાન હાય હાય, પાકિસ્તાન મુર્દાબાદ, લેફ્ટનન્ટ વિનય કરવાલ અમર રહો, ભારત માતાકી જય, જય શ્રી રામ જેવા નારાઓ સાથે વાલોડ નગર ગુંજી ઉઠ્યું હતું.
આ રેલી આનંદવિહાર ઉતરતી બજારથી નીકળી પરાગવડ ખાતે સંપન્ન થઈ હતી અને ત્યાં મોટી સંખ્યામાં હાજર લોકોએ બે મિનિટ મૌન પાળી શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ રાષ્ટ્રગાન ગાયને બધા છૂટા પડ્યા હતા.