ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ ગેરકાયદેસર બાંધકામને કે મિલકતને સીલ મારવામાં આવે છે ત્યારે તે મિલકતમાં ગ્રામ પંચાયતની મંજૂરી વગર કોઈપણ વ્યક્તિ પ્રવેશી શકતું નથી કે કામ કરી શકતું નથી.
ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવેલ મિલકતમાં ગેરકાયદેસર રીતે બિલ્ડર દ્વારા બાંધકામની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા બિલ્ડર વિરુદ્ધ કોઈ પણ પ્રકારની નોટિસ આપવાની કે કાર્યવાહી કરવાનો સમય નથી.
આ પ્રકારની નીતિને કારણે વાલોડ ગામમાં ગેરકાયદેસર બાંધકામ કરવા વાળા નો રાફડો દિવસેને દિવસે વધતો જાય છે, તેમ છતાં ગ્રામ પંચાયત દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.
વાલોડ ગામમાં આવેલ બ્લોક નંબર 999 અને સીટી સર્વે નંબર 105 વાળી બીન ખેતીની જમીનમાં ચાલી રહેલ બિન અધિકૃત બાંધકામને વાલોડ ગ્રામ પંચાયત દ્વારા સીલ મારવામાં આવ્યું હતું.
વાલોડ ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી આ કોમ્પ્લેક્સ ના બિલ્ડર વિરુદ્ધ કોઈપણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી રહી નથી ??
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel
🔗 https://youtube.com/@user-oneindianews?feature=shared