મહેમદાબાદ શહેરની મધ્યમાં આવેલા પ્રસિધ્ધ શ્રી પંચમુખી હનુમાનજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુરુપૂર્ણિમાનો મહોત્સવ ઉજવાયો હતો.આ નિમિત્તે સાંકેત નિવાસી પરમ પૂજ્ય 1008 શ્રી રામ કુમારદાસજી મહારાજ અને રાષ્ટ્રીય સંત શ્રી ચિન્મયાનંદ બાપુના શુભાશીર્વાદ સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવનો પ્રારંભ થયો હતો.આ નિમિત્તે સવારે 10:00 વાગે પાદુકા પૂજન ત્યારબાદ મહાયજ્ઞ અને 11:00 કલાકે મંત્રદીક્ષાનો ભવ્ય કાર્યક્રમ સંપન્ન થયો હતો.
આ નિમિત્તે સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય સીતારામદાસજી મહારાજે આદિ ગુરુ દેવાધિદેવ મહાદેવ દાદાના ગુરુપદનું મહાત્મ્ય સમજાવીને સૌ ભક્તોને હનુમાનદાદાની જેમ સંપૂર્ણ સમર્પિત ભાવથી ગુરુ વચનનું પાલન કરવા અને સંસાર સાગરને પાર ઉતારવા માટેની શિખ આપી હતી.
આ પ્રસંગે સમગ્ર મંદિરના પ્રેરણામૂર્તિ જીતુભાઈ શાહ, તથા વિશાલભાઈ શાહ,તથા સમગ્ર શાહ પરિવાર,કૌશિકભાઈ મેઘા, રમેશભાઈ ખલાસી, જીતુભાઈ પટેલ (વીમાવાળા) પત્રકાર મહેશભાઈ મહેતા સહિત સમગ્ર ખેડા-આણંદ જિલ્લા તથા અમદાવાદ અને વડોદરા જિલ્લાના ભક્તોએ ઉપસ્થિત રહીને પાદુકા પૂજનનો લાભ લેવાની સાથે સાથે 3000/-થી વધુ વ્યક્તિઓએ ભોજન અને પ્રસાદીનો પણ લાભ લીધો હતો.સમગ્ર કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે સંપન્ન થયો હતો.