ઓપરેશન સિંદૂર પર લોકસભામાં ચર્ચા હજુ પણ ચાલી રહી છે. ઓપરેશન સિંદૂર પર રાજ્યસભામાં પણ આજે ચર્ચાની શરૂઆત થઈ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં પહોંચ્યા છે. તેઓ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચાલી રહેલી ચર્ચા પર જવાબ આપી રહ્યા છે.
પીએમ મોદીએ ઓપરેશન સિંદૂર પર કહ્યું કે, 22 એપ્રિલ બાદ મેં જાહેરમાં કહ્યું હતું કે, અમારો સંકલ્પ છે કે અમે આતંકવાદીઓને જડમૂળથી ઉખેડી નાખીશું. પહલગામ હુમલા બાદ હું તુરંત વિદેશથી પાછો આવ્યો અને ઈમરજન્સી બેઠક બોલાવી આતંકવાદને આકરો જવાબ આપવાનો રાષ્ટ્રીય સંકલ્પ લીધો હતો.
#WATCH | Discussion on Operation Sindoor: PM Narendra Modi says, "I was abroad on 22nd April. I returned immediately. And immediately after coming back, I called a meeting and we gave clear instructions that a befitting reply has to be given to terrorism and this is our national… pic.twitter.com/emsywOM9Vx
— ANI (@ANI) July 29, 2025
આ સેશન ભારતના ગૌરવ ગાનનુંઃ પીએમ મોદી
વડાપ્રધાન મોદીએ લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન જવાબ આપી રહ્યા હતા કે, આ સેશન ભારતના ગૌરવ ગાનનો છે. આ સેશન ભારતના વિજયોત્સવનો છે. આંતકવાદીઓને જડમૂળમાંથી ઉખેડી નાખવાના સંકલ્પની સફળતા દર્શાવે છે. હું સદનમાં ભારતનો પક્ષ મૂકવા ઉભો થયો છું, જેમને ભારતનો પક્ષ દેખાતો નથી. તેમને અરીસો બતાવવા આવ્યો છું. અમે પરમાણુ ધમકીઓ સામે ઝૂકીશુ નહીં.
#OperationSindoor | PM Narendra Modi says, "Armed Forces were given a free hand. They were told to decide the when, where and how…We are proud that terrorists were punished, and it was such a punishment that the terrorist masterminds have sleepless nights even to this day." pic.twitter.com/2DD1pSjYSD
— ANI (@ANI) July 29, 2025
અમે સેનાને છૂટ્ટો દોર આપ્યો
PM મોદીએ કહ્યું કે, 22 એપ્રિલના રોજ પહલગામ આતંકી હુમલાનો બદલો અમે નિર્ધારિત સમય અને શરતો પર 22 મિનિટમાં લીધો. અમે સેનાને છૂટ્ટો દોર આપ્યો હતો. તેમને કાર્યવાહી કરવાની, નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી હતી.
#WATCH | Discussion on Operation Sindoor | PM Narendra Modi says, "…Our armed forces avenged 22nd April within 22 minutes with precision attacks."
"Right after Pahalgam terrorist attack, Pakistan Forces had this idea that India would indeed take a major action. They started… pic.twitter.com/6GcxPcS0As
— ANI (@ANI) July 29, 2025
માત્ર ત્રણ દેશો સિવાય તમામનું સમર્થન મળ્યું
વધુમાં કહ્યું કે, મોટાભાગે આતંકી હુમલા બાદ આતંકનો માસ્ટરમાઈન્ડ નિરાંતે ઊંઘતો હતો. પરંતુ પહલગામ હુમલા બાદ અમે તેની ઊંઘ હરામ કરી દીધી. ભારતને કોઈ દેશે પાકિસ્તાનના આતંકી ઠેકાણાં પર હુમલો કરવાથી અટકાવ્યા નથી. માત્ર ત્રણ દેશે પાકિસ્તાનના સમર્થનમાં નિવેદન આપ્યું હતું.
#WATCH | Discussion on Operation Sindoor | PM Narendra Modi says, "#OperationSindoor makes it clear that India has decided on 3 points. 1) If there is a terrorist attack on India, we will respond in our own method, on our conditions and on our time. 2) No nuclear blackmail would… pic.twitter.com/GwcUKVSvFw
— ANI (@ANI) July 29, 2025
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel