અમદાવાદ શહેરમાં વધતી જતી ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યાની ઘટનાઓ વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થયા છે, કારણ કે હવે અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર રહ્યો નથી. તાજેતરની ચોંકાવનારી ઘટના સાયન્સ સીટી રોડ પર બની, જ્યાં વ્રજ જ્વેલર્સની ઓફિસમાં સાતથી આઠ અસામાજિક તત્વો ઘૂસી આવ્યા અને જાણીતા બિલ્ડર કેતન પટેલ પર છરી વડે હુમલો કર્યો.
આ ઘટનામાં કુખ્યાત વિક્રમ રબારી અને તેના સાત સાગરીતો સામેલ હોવાનું સામે આવ્યું છે. હુમલા દરમિયાન જ્વેલર્સના માલિક સંજય સોની પાસેથી ખંડણીની માગણી કરવામાં આવી, જેને લઈને દહેશતનું વાતાવરણ સર્જાયું. સાંજે પાંચ વાગ્યાના ધોળા દિવસે બનેલી આ મારામારી સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે, જે ઘટનાની ગંભીરતાને દર્શાવે છે.
ફરિયાદી કેતન પટેલે આક્ષેપ કર્યો છે કે બોડકદેવ પોલીસ સ્ટેશનના PIએ લૂંટારૂઓના ડરથી તેમની ફરિયાદ નોંધવાની ના પાડી છે, જે પોલીસની નિષ્ક્રિયતા અને અસામાજિક તત્વોના વધતા આતંક પર ગંભીર સવાલો ઊભા કરે છે. આ ઘટનાએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની ખામીઓ અને કાયદાના અમલમાં નબળાઈને ફરી ચરચામાં મૂકી દીધી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel