બ્રિટનની રાજધાની લંડનમાં સ્થિત ઐતિહાસિક ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમા સાથે તોડફોડ કરવામાં આવી હોવાની ગંભીર ઘટના સામે આવી છે. માહિતી મુજબ, ખાલિસ્તાની સમર્થક તત્વોએ પ્રતિમા પર સ્પ્રે પેઈન્ટથી ‘આતંકી’ લખી દીધું અને સાથે સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા સમગ્ર ભારતીય સમુદાયને નિશાન બનાવતા અપમાનજનક સૂત્રો પણ લખ્યા. આ ઘટના આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણીના માત્ર ત્રણ દિવસ પહેલાં બની હોવાને કારણે તે વધુ ચિંતાજનક માનવામાં આવી રહી છે, કારણ કે મહાત્મા ગાંધી વિશ્વમાં અહિંસાના પ્રતિક તરીકે ઓળખાય છે.
@HCI_London is deeply saddened and strongly condemns the shameful act of vandalism of the statue of Mahatma Gandhi at Tavistock Square in London. This is not just vandalism, but a violent attack on the idea of nonviolence, three days before the international day of nonviolence,…
— India in the UK (@HCI_London) September 29, 2025
લંડનમાં સ્થિત ભારતીય હાઈકમિશને આ કૃત્ય પર કડક પ્રતિક્રિયા આપતાં તેને માત્ર તોડફોડ નહીં, પરંતુ અહિંસાના સિદ્ધાંતો અને ગાંધીજીના વારસા પર હિંસક અને વિચારધારાત્મક હુમલો ગણાવ્યો છે. હાઈકમિશને સ્થાનિક અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો છે અને જવાબદાર લોકોને ઝડપથી કાયદાની ઝપેટમાં લેવા માટે કડક પગલા ભરવા માંગ કરી છે. કમિશને જણાવ્યું છે કે આવી પ્રવૃત્તિઓ માત્ર ભારતીય સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડતી નથી, પણ સમગ્ર વિશ્વમાં અહિંસાના મૂલ્યોને પડકારતી છે.
આ પ્રતિમા વર્ષ 1968માં સ્થાપિત કરવામાં આવી હતી, જ્યારે ગાંધીજી લંડન નજીકની યુનિવર્સિટીમાં કાયદાનો અભ્યાસ કરતા હતા, તે યાદમાં આ પ્રતિમાની રચના કરાઈ હતી. પ્રતિમા સ્થાપિત થયેલા ટેવિસ્ટોક સ્ક્વેરમાં દર વર્ષે 2 ઓક્ટોબરે ગાંધીજયંતિ નિમિત્તે વિશાળ કાર્યક્રમો યોજાતા આવ્યા છે. હાલ ભારતીય હાઈકમિશનની વિશેષ ટીમ પ્રતિમાને મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવા માટે કાર્યરત છે, જ્યારે બ્રિટિશ પોલીસ ઘટનાસ્થળે તપાસ કરી રહી છે અને સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓને ઓળખવાનો પ્રયત્ન કરી રહી છે. આ ઘટના બંને દેશો વચ્ચેની રાજદ્વારીય ચર્ચાઓને પણ અસર કરી શકે છે અને ખાલિસ્તાની તત્વોની વધતી હિંસાત્મક પ્રવૃત્તિઓ પર ફરીથી પ્રશ્નો ઉભા કરી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel