તાપી જિલ્લાના વાલોડ ખાતે આવેલ અંબાજી શેરીમાં આવેલા મંદિરે પૂજ્ય જલારામ બાપાની 226 મી જન્મ જયંતીની ઉજવણી ખુબ ધૂમ ધામથી ઉજવવામાં આવી હતી
મંદિરની બહાર તેમજ આખા ફળિયામાં બહેનો દ્વારા ખુબ સરસ રંગોળી કરવામાં આવી હતી તેમજ આખા નગરમાં મુખ્ય માર્ગ રંગોળી થી સુશોભિત કરી દેવામાં આવ્યો હતો.
સવારે 5:30 કલાકે અંબા માતાના મંદિરેથી પ્રભાતફેરી નિકળી આખા નગરમાં ફરી હતી, ત્યારબાદ ૬.૦૦ કલાકે અભિષેક કરવામાં આવ્યો હતો. સાંજે ૪.૦૦ કલાકે અન્નકૂટના દર્શન અને ત્યારબાદ આખા વાલોડ નગરમાં જલારામ બાપાની શોભાયાત્રા નીકળી હતી, અને પરત મંદિરે આવતા મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ જમનાબેન વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન જગદંબા માતાજી મંદિર સમિતિ દ્વારા કરવામાં આવે છે.
વિકાસ શાહ
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel