નેપાળમાં 5 માર્ચ 2026ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીને હવે માત્ર સો દિવસ બાકી છે. આમ છતાં જૈન-ઝી આંદોલન દ્વારા પૂર્વ પીએમ કેપી શર્મા ઓલીને સત્તા પરથી દૂર કરવા મજબૂર કરનારા યુવા પ્રદર્શનકારીઓ પાછળ રહી ગયા છે. સરકાર બદલવા માટે રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરનારા એ જ યુવાનો હવે રાજકીય રીતે સૌથી વધુ વિભાજિત અને મૂંઝવણમાં છે. નેપાળ ચૂંટણી પંચ અનુસાર અત્યાર સુધીમાં 132 પક્ષ નોંધાયા છે જ્યારે 32 નવા પક્ષ અરજી પ્રક્રિયા હેઠળ છે પરંતુ આમાંથી કોઈ પણ જેન-ઝી દ્વારા નોંધાયેલ નથી.
નવા પક્ષોની નોંધણી માટેની 16 નવેમ્બરે અંતિમ સમયમર્યાદા જારી થયા પછી પણ યુવા આંદોલનના અગ્રણી વ્યક્તિ સુદાન ગુરુંગ, રક્ષા બમ અને મિરાજ ઘુંગાનાની અનેક ચર્ચાઓ છતાં હજુ સુધી પોતાના માટે રાજકીય પ્લેટફોર્મ સ્થાપિત કરી શક્યા નથી.
યુવાનોમાં સૌથી પ્રભાવશાળી ગણાતા કાઠમંડુના મેયર બાલેન શાહ પણ કોઈ પક્ષમાં જોડાયા નથી.
આનાથી સવાલ એ સર્જાય છ કે જેન-ઝી નેતા કયા બેનર હેઠળ ચૂંટણી લડશે ? કે પછી તેઓ ચૂંટણી રાજકારણથી દૂર રહેશે? આ દરમિયાન નેપાળની મુખ્ય પાર્ટી જેમાં ઓલી અને પ્રચંડનો સમાવેશ થાય છે. જેમની પાર્ટીએ મજબૂત જૂથબંધી બનાવવાનું શરૂ કરી દીધું છે.
મંત્રી ઘીસિંગ, મેયર હરિકા અને રાજા સમર્થક દુર્ગા પ્રસાઈએ પાર્ટી બનાવી
નેપાળમાં આ વખતે અનેક સ્વતંત્ર વ્યક્તિઓ, વહીવટકર્તાઓ અને વિવાદાસ્પદ વ્યક્તિઓએ પોતાના પક્ષો નોંધાવ્યા છે.
* હરિકા સામ્પાડઃ સૌથી અગ્રણી નામ ધરાણના મેયર
હરિકા સામ્પાડનું છે. લગભગ 40 વર્ષની અને ખૂબ જ સાધારણ સામાજિક પૃષ્ઠભૂમિમાંથી આવતી હરિકાએ સિસ્ટમ-વિરોધી અને જનતા-આધારિત’ નેતા તરીકે ઓળખ બનાવી છે. તે લાંબા સમયથી પાણી, સ્થાનિક સંસાધનો-ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન અંગે ચર્ચામાં છે.
* કુલમાન ઘીસિંગ: ઊર્જા મંત્રી કુલમન ઘીસિંગ દેશમાં
વીજળી સુધારા માટે જાણીતા છે. 55 વર્ષીય ઘીસિંગે પોતાની પાર્ટી પોતે નોંધાવી ન હતી પરંતુ એક પ્રોક્સી કોઓર્ડિનેટર દ્વારા તેની રચના કરી હતી. તેમનો વહીવટી અનુભવ અને ભ્રષ્ટાચાર વિરોધી છબી તેમને એક પ્રભાવશાળી વ્યક્તિ બનાવી શકે છે.
* દુર્ગા પ્રસાઈઃ સૌથી વિવાદાસ્પદ નામ દુર્ગા પ્રસાઈ છે.
54 વર્ષીય પ્રસાઈ માઓવાદી, યુએમએલ અને નેપાળના પૂર્વ રાજા જ્ઞાનેન્દ્રના રાજવાદી જૂથમાં ફર્યા છે. હવે તેઓ પ્રોક્સીઓ દ્વારા નેપાળી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
જૂના પક્ષો એક થયા: ઓલી, પ્રચંડ સહિત 10 પક્ષોએ નેપાળ સામ્યવાદી પાર્ટી બનાવી
* નેપાળના પરંપરાગત પક્ષો એક થવા લાગ્યા છે. 40 ડાબેરી પક્ષો નેપાળી સામ્યવાદી પક્ષ હેઠળ એક થયા છે. જેમાં પ્રચંડના માઓવાદી સેન્ટર અને માધવ નેપાળની યુનિફાઇડ સોશિયાલિસ્ટ પાર્ટીનો સમાવેશ થાય છે. પૂર્વ કમાન્ડર નેત્ર બિક્રમ ચંદ ‘બિપ્લવ’ પણ ચૂંટણી બહિષ્કાર છોડીને નવા માઓવાદી જૂથમાં જોડાયા છે.
* રવિ લામિછાણેની રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી જેન-ઝી ગ્રુપ અને બાલેન શાહ સાથે જોડાણ કરવા માગે છે. સહકારી કૌભાંડના આરોપો છતાં લામિછાને યુવા મતદારોમાં લોકપ્રિય છે.
તણાવ: બારામાં કર્યુ જારી,જેન-ઝી ઓલીના નેતાની ધરપકડ કરવા અડગ
* ચૂંટણીની તૈયારીઓ વચ્ચે પૂર્વ પીએમ શર્મા ઓલીની પાર્ટી અને જેન-ઝી વચ્ચે અથડામણથી તણાવ વધ્યો છે. બારામાં બીજા દિવસે પણ કર્યું યથાવત રહ્યો હતો.
* પોલીસ પર પથ્થરમારામાં છ પોલીસકર્મીઓ અને ચાર જેન-ઝી સહિત 10 લોકો ઘાયલ થયા છે.
* જેન-ઝીએ ચર્ચા પહેલા યુએમએલ નેતાઓની ધરપકડની માગ કરી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel