ગોહિલવાડનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નમૂનેદાર કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં એક છે કુંભણ ગામ સ્થિત શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા. જાણીતા અગ્રણી નાનુભાઈ વાઘાણીનાં નેતૃત્વ સાથે આ પંથકને લાભ મળી રહ્યો છે.
જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા દ્વારા આ કુંભણ ગામે સ્વર્ગસ્થ જડીબેન વિઠ્ઠલભાઈ વાઘાણી ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ ૬થી ૮ અભ્યાસ ચાલે છે, જ્યારે સ્વર્ગસ્થ જડીબેન વિઠ્ઠલભાઈ વાઘાણી વિદ્યાલયમાં ધોરણ ૯થી ૧૨ સામાન્ય પ્રવાહ અભ્યાસ ચાલી રહેલ છે.
આ સંસ્થાનાં પ્રમુખ નાનુભાઈ વાઘાણી સામાજિક ક્રાંતિ માટે હંમેશા હિમાયતી રહ્યાં છે. વ્યક્તિગત રાજકીય ક્ષેત્રમાં રહેલાં અને પૂર્વ ધારાસભ્ય તેમજ સહકારી ક્ષેત્રમાં પણ ઘણાં ટોચનાં હોદ્દા જવાબદારીમાં રહેલ, પરંતુ પક્ષપક્ષીથી બિલકુલ વિરોધી માનસિકતા સાથે કેન્દ્રમાં ગામડું અને સમાજ જ રહેલ છે. આ વિચારસરણીના કારણે પાલિતાણા પાસે વતન કુંભણમાં શિક્ષણ સાથે સામાજિક કેળવણી હેતુ આ શાળાઓની સ્થાપના માટે આગળ આવ્યા, અને પોતાનાં પરિવારની સખાવત સાથે આ સંસ્થાનાં પાયા નંખાયા.
આ પંથકમાં દૂર અંતર રહેતી વિદ્યાર્થીનીઓને માટે કન્યા છાત્રાલય કાર્યરત છે, જેમાં ૫૦ જેટલી કન્યાઓ માટે સાત્વિક પૌષ્ટિક ભોજન, સુવિધાયુક્ત નિવાસ અને પૂરક અભ્યાસ માટે પૂરતો પ્રબંધ રહેલો છે. આ રીતે જ કુમારો માટે પણ કુમાર છાત્રાલય કાર્યરત છે, જો કે આ છાત્રાલય ભવન નિર્માણ થતાં સુધી હાલ વૈકલ્પિક વ્યવસ્થા અંતર્ગત આ સુવિધા ઉપલબ્ધ છે.
ગોહિલવાડનાં ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી એક, બે નહી પરંતુ ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નમૂનેદાર કેળવણીનું કાર્ય થઈ રહ્યું છે, તેમાં એક છે પાલિતાણા પાસે કુંભણ ગામ સ્થિત શ્રી જયપ્રકાશ નારાયણ સ્મારક સંસ્થા. આ સંસ્થાના પ્રમુખ નાનુભાઈ વાઘાણી સાથે મંત્રી હિતેન્દ્રભાઈ વાઘાણી છે.
આ સંસ્થા દ્વારા ગ્રામવિકાસ ગ્રામોત્થાન પ્રવૃત્તિઓ સતત ચાલતી રહે છે. નિશુલ્ક શિબિરો દ્વારા રોગ નિદાન અને દવા સહાયતા શિબિરો યોજાતી રહે છે. કોરોના કાળમાં આ સંકુલમાં દર્દીઓ માટે સુવિધાયુક્ત સારવાર કેન્દ્ર શરૂ કરાયેલ. જરૂરિયાત મંદપરિવાર માટે અનાજ અને જરૂરી સામગ્રી વિતરણ, ગરીબ પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને વિવિધ સહાય, ગ્રામ સફાઈ, વૃક્ષારોપણ અને રોપા વિતરણ, જળ સંગ્રહ પ્રવૃત્તિ અને રાષ્ટ્રીય પર્વો સાથે પ્રસંગ તહેવારોની ઉજવણી વગેરે આયોજનો પરિણામ લક્ષી અને સુંદર રીતે રહેલ છે.
જાણીતા અગ્રણી નાનુભાઈ વાઘાણી આ સંસ્થામાં છાત્રવાસ અને સમૂહજીવન સાથે મળનાર શિક્ષણ કેળવણી દ્વારા સહજીવન ઘડતરના પાઠ પરિણામ લાવનાર બને છે તેમ દૃઢપણે માને છે. આમ, તેઓનાં મૂલ્યો સાથેનાં નેતૃત્વ માર્ગદર્શનમાં આ સંસ્થાનો આ પંથકને લાભ મળી રહ્યો છે.
આ સંસ્થાના આચાર્ય પ્રતાપસિંહ ચૌહાણના નેતૃત્વ અને શિક્ષક ગણનાં સંકલન સાથે આ સંસ્થાનાં મૂલ્યો સાથે અભ્યાસ સાથે પૂરક પ્રવૃત્તિઓ ચાલતી રહે છે.
વાઘાણી પરિવારનાં નેતૃત્વ અને સહયોગીઓની શુભભાવના સાથે વર્ષ ૧૯૮૧થી પ્રારંભાયેલ આ શિક્ષણ સંસ્થામાં કુંભણ સહિત આસપાસના છ સાત ગામોમાંથી આજસુધીમાં ૫૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓના નામાંકન થયાં છે. અહીંયા આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા સહિત તમામ શૈક્ષણિક ભોતિક સુવિધાઓ પ્રાપ્ત છે.
રમતગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ, પ્રવાસ પર્યટન, પ્રકૃતિ શિક્ષણ શિબિર, વિજ્ઞાન મેળો કે શિક્ષણ સાથેના અન્ય આયોજનોમાં આ શાળાના વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયેલા રહે છે. કેટલીક પ્રવૃત્તિઓમાં સ્થાનિક અને રાજયકક્ષા સુધી તેમજ યોગ સ્પર્ધામાં તો રાષ્ટ્રીય કક્ષા સુધી સિદ્ધિ મેળવી છે. આમ, કુંભણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી બાળકો પ્રવૃત્તિઓ અને કૌશલ્યની સિધ્ધિ સાથેનું ઊજળું પરિણામ મેળવતાં રહે છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel