ટીંબીમાં આગામી સોમવારે સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો નિર્વાણ મહોત્સવ યોજાશે. આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે.
સુપ્રસિધ્ધ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબીના પ્રણેતા બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજનો આઠમો નિર્વાણતિથિ મહોત્સવ આગામી સોમવાર એટલે માગશર સુદ ચોથ તા.૨૪ના દિવસે યોજાશે.
આ પ્રસંગે ગુરુદેવ પૂજન અને સંતોના આશીર્વચન સાથે ભોજન પ્રસાદ લાભ મળશે. અહીંયા સ્વામી સદાનંદ સરસ્વતીજી અને સ્વામી ભોળાનંદ સરસ્વતીજી દ્વારા પ્રેરણાદાયી પ્રવચન યોજાશે.
નિર્વાણતિથિ મહોત્સવ પ્રસંગે સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ મંડળ ટીંબી ગામ સમસ્તના સંકલન સાથે અહીંયા ભાવભક્તિ સાથે આયોજન થયેલ છે.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel