કોરોના મહામારી દરમિયાન બંધ કરાયેલી કઠાણા-વાસદ-વડોદરા મેમુ ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે. લાંબા સમયથી ટ્રેન બંધ રહેતા બોરસદ અને આંકલાવ વિસ્તારના 65થી વધુ ગામોના મુસાફરો માટે મોટો રાહતનો વિષય બન્યો છે. રોજિંદા મુસાફરી કરતા નોકરીયાતો, વિદ્યાર્થીઓ તથા વેપારીઓ માટે આ સેવા ફરી પાટા પર આવવી લાભદાયી બની છે.
સેવા બંધ રહી હોવાથી લોકોને ખાનગી વાહનો અને માર્ગ પરિવહન પર નિર્ભર થવું પડતું હતું, જેના કારણે સમય તેમજ ખર્ચ બંનેમાં વધારો થયો હતો. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આણંદ-વડોદરા માર્ગ પર ટ્રાફિકનું દબાણ વધતા મુસાફરી વધુ મુશ્કેલ બની ગઈ હતી.
મેમુ ટ્રેન ફરી શરૂ કરવા માટે આણંદના સાંસદ મિતેષ પટેલ તથા કેબિનેટ મંત્રી રમણ સોલંકી દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ સતત રજૂઆતો અને અનુસરણ કરાયું હતું, જેણે હવે પરિણામ આપ્યું છે.
બોચાસણ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતો રેલવે અધિકારીઓ, લોકપ્રતિનિધિઓ અને આગેવાનોની હાજરીમાં મેમુ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
આ સેવા શરૂ થતા મુસાફરોને સસ્તું અને સરળ પરિવહન, વિદ્યાર્થીઓ-નોકરીયાતો માટે સમય બચત, વેપારમાં ગતિ અને આર્થિક લાભ, રસ્તા પરનું ટ્રાફિક દબાણ ઘટશે
આ વિસ્તારમાં પરિવહન સુવિધા મજબૂત થતા લોકોમાં ખુશીના માહોલ જોવા મળી રહ્યો છે.
ભાવેશ સોની (આણંદ)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel