આસામના લુમડિંગ ડિવિઝનમાં શનિવારે (20 ડિસેમ્બર) વહેલી સવારે એક હૃદયવિદારી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી. સૈરંગ–નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ જંગલી હાથીઓના એક ટોળા સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે ટ્રેનનું એન્જિન અને પાંચ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. પ્રાથમિક માહિતી મુજબ, હાથીઓના ટોળામાં અંદાજે આઠ હાથીઓ સામેલ હતા, જેમાંથી અનેકના ઘટનાસ્થળે જ મોત થયા હતા. દુર્ઘટનાના કારણે વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી અને રેલ માર્ગને મોટું નુકસાન પહોંચ્યું હતું.
#WATCH | Assam | Seven elephants were killed after the Train no. 20507 DN Sairang – New Delhi Rajdhani Express dashed into elephants in the Jamunamukh – Kampur section under Lumding Division of N.F. Railway: Forest Official of Nagaon Division
(Visuals from the spot) https://t.co/4Oqx0F5bqo pic.twitter.com/rQt0jABhFl
— ANI (@ANI) December 20, 2025
મહત્ત્વની વાત એ છે કે આ અકસ્માતમાં કોઈપણ મુસાફરને જાનહાનિ થઈ નથી. જોકે, દુર્ઘટનાના કારણે ઉપર આસામ અને ઉત્તરપૂર્વ ભારત તરફ જતી રેલ સેવાઓ પ્રભાવિત થઈ છે. રેલવેએ તરત જ બચાવ અને પુનઃસ્થાપન કામગીરી શરૂ કરી દીધી છે. નુકસાનગ્રસ્ત ડબ્બાઓને હટાવવાની કામગીરી ચાલી રહી છે અને મુસાફરોની આગળની મુસાફરી સુચારૂ રીતે થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ કરવામાં આવી રહી છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel