ગુજરાત સરકાર મહિલાઓ અને સગીરાઓની સુરક્ષા માટે ‘ઝીરો ટોલરન્સ’ની નીતિ સાથે કડક કાર્યવાહી કરી રહી છે. Bhupendra Patel ના નેતૃત્વમાં અને Harsh Sanghavi ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દીકરીઓની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે.
તેના અનુસંધાનમાં Anand District માં પોક્સોના ગુનાઓમાં કડક ચુકાદાઓ આવ્યા છે. ગઈ કાલે બે અલગ કેસોમાં કોર્ટે આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્વની બાબત એ છે કે આ બંને કેસોની તપાસ કરનાર તપાસ અધિકારીએ કુલ 7 પોક્સો કેસોમાં 100 ટકા સજાનો દર હાંસલ કર્યો છે, જેમાંથી 6 આરોપીઓને આજીવન કેદની સજા થઈ છે.
ઝડપી તપાસથી મળ્યો ન્યાય
Anand Police ના વડા G.G. Jasani ના માર્ગદર્શન હેઠળ, તત્કાલીન સી.પી.આઈ. (પેટલાદ ડિવિઝન) અને હાલ Borsad Police Station માં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર D.R. Chaudhary અને તેમની ટીમે માર્ચ 2024 થી ડિસેમ્બર 2024 દરમિયાન નોંધાયેલા પોક્સોના કેસોમાં ‘ટોપ ટુ બોટમ’ ઇન્વેસ્ટિગેશન પદ્ધતિ અપનાવી હતી.
बेटियों को न्याय दिलाने का संकल्प पुलिस इंस्पेक्टर डी.आर. चौधरी की जांच से पॉक्सो के 7 में से 7 मामलों में 100% सजा
आणंद जिले में पॉक्सो जैसे संवेदनशील और गंभीर अपराधों की जांच करते हुए तत्कालीन CPI (पेटलाद डिवीजन) और वर्तमान में बोरसद पुलिस स्टेशन में कार्यरत पुलिस इंस्पेक्टर… pic.twitter.com/6TDgBxXI7l
— Harsh Sanghavi (@sanghaviharsh) March 7, 2026
આ સચોટ તપાસના પરિણામે તમામ 7 કેસોમાં 100% સજાનો દર પ્રાપ્ત થયો છે. નોંધનીય બાબત એ છે કે તમામ કેસોમાં ગુનો નોંધાયા બાદ મહત્તમ 45 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.
8 થી 9 મહિનામાં કોર્ટના ચુકાદા
ઝડપી તપાસના કારણે માત્ર 8 થી 9 મહિનાના ટૂંકા ગાળામાં જ કોર્ટ દ્વારા ચુકાદા આપવામાં આવ્યા છે. 7 પૈકી 6 કેસોમાં આરોપીઓને 20 વર્ષની કેદ (આજીવન કેદ) અને દંડની સજા ફટકારવામાં આવી છે.
ટેકનોલોજી અને વૈજ્ઞાનિક પુરાવાનો ઉપયોગ
આ તપાસ દરમિયાન પરંપરાગત પદ્ધતિઓ સાથે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ‘ઇ-સાક્ષ્ય’ એપ્લિકેશન દ્વારા સાક્ષીઓના નિવેદનો અને પંચનામાનું વિડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું.
તે ઉપરાંત Forensic Science Laboratory (FSL) તથા ક્રાઈમ સીન મેનેજરની મદદથી મેળવાયેલા વૈજ્ઞાનિક અને મેડિકલ પુરાવાઓએ આરોપીઓને સજા અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
હર્ષ સંઘવી દ્વારા પોલીસ ટીમને અભિનંદન
આણંદ પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કામગીરીની નોંધ લેતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. ચૌધરી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસની આ કામગીરી રાજ્યની દીકરીઓ અને તેમના પરિવારજનોમાં સુરક્ષાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવે છે. રાજ્ય સરકારની સ્પષ્ટ નીતિ છે કે મહિલાઓ અને સગીરાઓ વિરુદ્ધના ગુનાઓમાં કોઈ પણ પ્રકારની શિથિલતા સહન કરવામાં આવશે નહીં.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો
Like, Share and Subscribe our YouTube channel