કેનેડામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે સ્થિતિ વધુ મુશ્કેલ બની રહી છે. કેનેડાની સરકારે ઇમિગ્રેશન અને શરણાર્થી નીતિઓમાં કડકાઈ લાવી છે, જેના કારણે હજારો લોકો પરત મોકલાવાના ભયમાં જીવી રહ્યા છે. ખાસ કરીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ અથવા ખાલિસ્તાન સમર્થનના દાવાઓના આધારે શરણ માગનારાઓ પર આ નિર્ણયનો મોટો પ્રભાવ જોવા મળી શકે છે.
30,000 અરજદારોને નોટિસ, IRCCની કાર્યવાહી તેજ
Immigration, Refugees and Citizenship Canada (IRCC) દ્વારા અંદાજે 30,000 જેટલા અરજદારોને ‘પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ’ મોકલવામાં આવ્યા છે. આ નોટિસમાં જણાવાયું છે કે તેમની શરણાર્થી અરજીઓ નક્કી કરેલા માપદંડો પર ખરી ઉતરતી નથી.
જોકે આને સીધો ડિપોર્ટેશન ઓર્ડર ગણવામાં આવતો નથી, પરંતુ ચેતવણી આપવામાં આવી છે કે જો યોગ્ય પુરાવા રજૂ નહીં થાય તો તેઓને કેનેડા છોડવું પડી શકે છે.
નવા કાયદા ‘Bill C-12’થી વધ્યું દબાણ
આ કડક પગલાં પાછળ નવો કાયદો Bill C-12 જવાબદાર માનવામાં આવી રહ્યો છે. આ કાયદા હેઠળ શરણાર્થી દાવા માટેની પ્રક્રિયા વધુ કઠિન બનાવી દેવામાં આવી છે.
નવા નિયમો મુજબ:
- કેનેડા પહોંચ્યા પછી 1 વર્ષની અંદર શરણ અરજી કરવી ફરજિયાત
- અમેરિકા મારફતે અનિયમિત રીતે પ્રવેશ કરનારોએ 14 દિવસમાં દાવો નોંધાવવો
- નિયમોનું પાલન ન કરનારને ‘અપાત્ર’ જાહેર કરવામાં આવી શકે
નિષ્ણાતોની ચિંતા અને ઇમિગ્રન્ટ્સમાં ભય
ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે આ પગલાંથી દેશવિરોધી તત્વો પર નિયંત્રણ આવશે. પરંતુ કાનૂની નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે રૂબરૂ સુનાવણીના બદલે માત્ર દસ્તાવેજ આધારિત નિર્ણય લેવાતા સાચા શરણાર્થીઓને પણ અન્યાય થઈ શકે છે.
હાલમાં હજારો લોકો અનિશ્ચિતતા અને ભય વચ્ચે જીવી રહ્યા છે, કારણ કે તેમના ભવિષ્ય પર અંધકાર છવાયેલો છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel