ઈશ્વરિયા ગામમાં નીલકંઠ મહાદેવ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ. અહીંયા અગ્રણી સેવાભાવીઓ સાથે ભાવિક ગ્રામજનો જોડાયાં.
ગોહિલવાડના નાનકડા ઈશ્વરિયા ગામમાં નિર્માણ થયેલ શિવાલય નીલકંઠ મહાદેવ સ્થાનમાં અખાત્રીજ પ્રસંગે પ્રથમ પાટોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી થઈ છે. અહીંયા નીલકંઠભાઈ દવેના આચાર્યપદે પાટોત્સવ પૂજન યજ્ઞવિધિ થઈ હતી.
રવિવારે આ પ્રસંગે સેવાભાવી અગ્રણીઓ કાળુભાઈ ભીકડિયા, મેરાભાઈ ગોહિલ, વીરશંગભાઈ સોલંકી, ઘોહાભાઈ ગોહિલ, શંભુભાઈ નાકરાણી, મહિપતભાઈ દવે, હરેશભાઈ ઈટાળિયા, રવજીભાઈ સોલંકી, લક્ષ્મણભાઈ ગોળકિયા, પોપટભાઈ મકવાણા, ઘનશ્યામભાઈ પરમાર અને ગ્રામજનો જોડાયાં હતાં. આયોજનમાં નટવરગીરી ગોસ્વામી સાથે ભાવિક સેવકો રહ્યાં હતા અને દર્શન પૂજન લાભ લીધો હતો. આ પ્રસંગે અગ્રણી કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
મૂકેશ પંડિત (ભાવનગર)
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel