click
By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
One India News
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Reading: પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી : ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓને સીધા BSFને સોંપવાનો નિર્ણય
Share
Aa
One India News
Aa
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Search
  • Home
  • Gujarat
  • Ahmedabad
  • Anand
  • Bhavnagar
  • Gandhinagar
  • Kheda
Follow US
  • Advertise
© 2023 One India News. All Rights Reserved.
One India News > News > Gujarat > પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી : ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓને સીધા BSFને સોંપવાનો નિર્ણય
Gujarat

પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી સામે કડક કાર્યવાહી : ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓને સીધા BSFને સોંપવાનો નિર્ણય

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે.

Last updated: 2026/05/23 at 12:01 પી એમ(PM)
One India News Team
Share
3 Min Read
SHARE
Highlights
  • ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસીઓને સીધા BSFને સોંપવાનો નિર્ણય
  • કોર્ટ પ્રક્રિયા વગર ઝડપી ડિપોર્ટેશન
  • 20 મે થી રાજ્યભરમાં અમલ
  • બશીરહાટ અને પેટ્રાપોલ બોર્ડર મુખ્ય કેન્દ્ર
  • અઠવાડિક રિપોર્ટિંગ સિસ્ટમ લાગુ

પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ રાજ્યમાં ઘૂસણખોરી રોકવા માટે એક બહુ મોટો અને કડક નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે હવેથી રાજ્યમાં જો કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી પ્રવાસી પકડાશે, તો તેને કોર્ટમાં રજૂ કરવાની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું નહીં પડે. પોલીસ અને રેલવે સુરક્ષા દળ તેને સીધા બોર્ડર પર સીમા સુરક્ષા દળ BSFને સોંપી દેશે, જેથી તેને તાત્કાલિક બાંગ્લાદેશ પરત મોકલી શકાય. આ નવો આદેશ 20 મેથી જ સમગ્ર બંગાળમાં લાગુ કરી દેવામાં આવ્યો છે.

Contents
પહેલાં જમાડવામાં આવશે, પછી સીધા બોર્ડર પારનવા કાયદા અને કેન્દ્રના આદેશ હેઠળ લેવાયો નિર્ણયવર્ષો જૂની લાંબી કાનૂની પ્રક્રિયાનો અંત

પહેલાં જમાડવામાં આવશે, પછી સીધા બોર્ડર પાર

હાવડા ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ અને RPFને આ અંગે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. જો હાવડા સ્ટેશન કે રાજ્યના કોઈપણ ખૂણે કોઈ ગેરકાયદેસર બાંગ્લાદેશી નાગરિક પકડાશે અને જો તે CAA નાગરિકતા સંશોધન અધિનિયમ) હેઠળ ભારતીય નાગરિકતા મેળવવા માટે હકદાર નહીં હોય, તો તેને કોર્ટમાં લઈ જઈને સમય બગાડવામાં નહીં આવે. માનવતાના ધોરણે તેને પહેલાં બરાબર જમાડવામાં આવશે અને ત્યારબાદ સીધા ઉત્તર 24 પરગણા જિલ્લાના બશીરહાટ બોર્ડર અથવા પેટ્રાપોલ બોર્ડર પર લઈ જઈને BSFને સોંપી દેવાશે, જ્યાંથી BSF તેમને બાંગ્લાદેશ ડિપોર્ટ કરશે. આ ઉપરાંત, દર અઠવાડિયે આવા પકડાયેલા લોકોનો રિપોર્ટ ડીજીપીમારફતે સીધો મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને મોકલવાનો રહેશે.

નવા કાયદા અને કેન્દ્રના આદેશ હેઠળ લેવાયો નિર્ણય

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, સીએએ (CAA) કાયદો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ધાર્મિક સતામણીના કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકતા આપવા માટે છે. જે પ્રવાસીઓ આ દાયરામાં નથી આવતા, તેમની સામે જ આ કડક એક્શન લેવાશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ (PTI)ના અહેવાલ મુજબ, આ નિર્ણય સંસદ દ્વારા પાસ કરાયેલા ‘પ્રવાસન અને વિદેશીઓ અધિનિયમ, ૨૦૨૫’ હેઠળ લેવાયો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા ૧૪ મેના રોજ મોકલવામાં આવેલા આદેશના પાલન સ્વરૂપે બંગાળ સરકારે આ કડક વલણ અપનાવ્યું છે.

વર્ષો જૂની લાંબી કાનૂની પ્રક્રિયાનો અંત

અત્યાર સુધીના નિયમ પ્રમાણે, જો કોઈ વિદેશી નાગરિક માન્ય દસ્તાવેજો વગર પકડાતો, તો તેની વિદેશી અધિનિયમ, ૧૯૪૬ની ધારા 14(A) હેઠળ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવો પડતો હતો. કોર્ટ તે ગેરકાયદેસર છે કે નહીં તે નક્કી કરતી અને આ કાનૂની પ્રક્રિયા વર્ષો સુધી ખેંચાતી હતી. મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીના આ નવા આદેશથી હવે કોર્ટની લાંબી રાહ જોવી નહીં પડે અને ઘૂસણખોરોને સીધા બોર્ડર ભેગા કરી દેવાશે.

 

 

અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો

हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे

Like, Share and Subscribe our YouTube channel

🔗 https://www.youtube.com/@oneindianewscom-Gujarat

🔗 https://www.youtube.com/@oneindianewscom

You Might Also Like

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો

ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ

નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી

પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ

થાઈલેન્ડ જવા માગતા લોકોને ઝટકો, સ્થાનિક સરકારે 60 દિવસની વિઝા ફ્રી એન્ટ્રી બંધ કરી

TAGGED: @india, Bangladesh Migrants, Bengal government decision migrants, border security India Bangladesh, breaking India immigration news, Breaking news, Breaking News Bengal, BSF, BSF Border Security, BSF deportation Bangladesh migrants, BSF દેશનિકાલ બાંગ્લાદેશ સ્થળાંતર કરનારાઓ, CAA Law India, CAA law India update, CAA કાયદો ભારત અપડેટ, deportation process BSF India, gujarat, gujarati news, Illegal Immigration India, illegal infiltration news India, immigration law India 2025, Immigration Policy India, India Border News, latest news, Narendra Modi, news channel in india, newschannelinindia, oneindianews, oneindianewsgujarat, pm modi, Political News India, Political news West Bengal, Security Update India, top news channel, topnews, topnewschannelinindia, West Bengal illegal immigrants policy, West Bengal News, ઇમિગ્રેશન કાયદો ભારત 2025, ઇમિગ્રેશન નીતિ ભારત, ગેરકાયદેસર ઇમિગ્રેશન ભારત, ગેરકાયદેસર ઘૂસણખોરી સમાચાર ભારત, દેશનિકાલ પ્રક્રિયા BSF ભારત, પશ્ચિમ બંગાળ ગેરકાયદેસર ટોલ કાર્યવાહી, પશ્ચિમ બંગાળ સમાચાર, બંગાળ સરકારનો નિર્ણય સ્થળાંતર કરનારાઓ, બાંગ્લાદેશ સ્થળાંતર કરનારાઓ, બીએસએફ બોર્ડર સિક્યુરિટી, બ્રેકિંગ ઇન્ડિયા ઇમિગ્રેશન સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ બંગાળ, ભારત, ભારત સરહદ સમાચાર, રાજકીય સમાચાર પશ્ચિમ બંગાળ, રાજકીય સમાચાર ભારત, સરહદ સુરક્ષા ભારત બાંગ્લાદેશ, સીએએ કાયદો ભારત, સુરક્ષા અપડેટ ભારત

Sign Up For Daily Newsletter

Be keep up! Get the latest breaking news delivered straight to your inbox.
[mc4wp_form]
By signing up, you agree to our Terms of Use and acknowledge the data practices in our Privacy Policy. You may unsubscribe at any time.
One India News Team મે 23, 2026
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link
Share
Previous Article ટ્વિશા શર્મા કેસમાં મોટો વળાંક : 10 દિવસથી ફરાર પતિ ધરપકડમાં, CBI કરશે તપાસ
Next Article ચીનમાં ભયાનક ખાણ દુર્ઘટના : શાંક્સી પ્રાંતમાં ગેસ વિસ્ફોટથી 82 શ્રમિકોના મોત, 9 હજુ લાપતા

Stay Connected

235.3k Followers Like
69.1k Followers Follow
56.4k Followers Follow
136k Subscribers Subscribe
- Advertisement -

Latest News

અજય રાય વિરુદ્ધ FIR : પીએમ મોદી અંગે અભદ્ર ટિપ્પણી મામલે મહોબામાં કેસ નોંધાયો
Gujarat મે 23, 2026
ગ્રીન કાર્ડ નિયમોમાં મોટો ફેરફાર : ભારતીયો માટે અમેરિકામાં સ્થાયી થવું બન્યું વધુ મુશ્કેલ
Gujarat મે 23, 2026
નવી દિલ્હી બેઠક : અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી
Gujarat મે 23, 2026
પહલગામ આતંકી હુમલો : NIAની ચાર્જશીટમાં પાકિસ્તાન કનેક્શનનો ખુલાસો, લાહોરથી સંચાલન કરતો હતો સાજિદ જટ
Gujarat મે 23, 2026

We influence 20 million users and is the number one business and technology news network on the planet

  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad
  • Ahmedabad
  • Amreli
  • Anand
  • Aravalli
  • Banaskantha
  • Bharuch
  • Bhavnagar
  • Botad
  • Chhota Udaipur
  • Dahod
  • Dang
  • Devbhoomi Dwarka
  • Gandhinagar
  • Gir Somnath
  • Jamnagar
  • Junagadh
  • Kheda
  • Kutch
  • Mahisagar
  • Mehsana
  • Morbi
  • Narmada
  • Navsari
  • Panchmahal
  • Patan
  • Porbandar
  • Rajkot
  • Sabarkantha
  • Surat
  • Surendranagar
  • Tapi
  • Vadodara
  • Valsad

Subscribe to our newsletter to get our newest articles instantly!

Loading
One India News
Follow US

© 2023 One India News. All Rights Reserved.

Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

[mc4wp_form]
Zero spam, Unsubscribe at any time.

Removed from reading list

Undo
Welcome Back!

Sign in to your account

Lost your password?