રાજધાની નવી દિલ્હીમાં મંગળવારે, 21 જુલાઈએ કોકરોચ જનતા પાર્ટી (CJP)ના પ્રદર્શન દરમિયાન ફરી એક વખત હિંસા અને અરાજકતાના ગંભીર દૃશ્યો સામે આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કનોટ પ્લેસ વિસ્તારમાં થયેલા ઉપદ્રવ દરમિયાન એક RAF એટલે કે રેપિડ એક્શન ફોર્સના જવાનને ટોળાએ ઘેરીને માર મારવાનો પ્રયાસ કર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં રસ્તા પર ભારે અફરાતફરી જોવા મળે છે. પોલીસ અને સુરક્ષાબળો સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં હતાં, ત્યારે પ્રદર્શનકારીઓના એક જૂથે RAF જવાનને ઘેરી લીધો હોવાનો આરોપ છે. જવાન પર લાતો, ઘૂંસા અને અન્ય રીતે હુમલો કરવામાં આવ્યો હોવાનું વીડિયોમાં દેખાઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ઘટનાસ્થળે હાજર અન્ય RAF જવાનો તરત જ મદદ માટે પહોંચ્યા અને બળપ્રયોગ કરીને ટોળાને વિખેરી નાખ્યું હતું. સમયસર અન્ય સુરક્ષાકર્મીઓ ન પહોંચ્યા હોત તો જવાન સાથે ગંભીર અને અનિચ્છનીય ઘટના બની શકતી હતી તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Another video of the incident provides an even clearer picture of the violence.
It shows a rioter kicking the RAF personnel, causing him to fall to the ground. Once he is down, the mob surrounds him and assaults him.
This is not the conduct of a peaceful protest. It is… pic.twitter.com/zcWU9Zz3wO
— Amit Malviya (@amitmalviya) July 21, 2026
RAF જવાન પર હુમલા મામલે અલગ FIR
દિલ્હી પોલીસે RAF જવાન પર થયેલા કથિત જીવલેણ હુમલા મામલે અલગથી FIR નોંધ્યાની માહિતી સામે આવી છે. પોલીસ હવે વાયરલ વીડિયો, CCTV ફૂટેજ અને અન્ય ડિજિટલ પુરાવાઓના આધારે હુમલામાં સામેલ લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.
હુમલાખોરોની ઓળખ થયા બાદ તેમની ધરપકડ અને પૂછપરછ કરવામાં આવી શકે છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે હુમલો અચાનક થયો હતો કે પછી સુરક્ષાબળોને નિશાન બનાવવાની કોઈ પૂર્વનિયોજિત યોજના હતી.
CJPના પ્રદર્શન સામે અત્યાર સુધીમાં 9 FIR
CJPના પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા, તોડફોડ, પથ્થરમારો, પોલીસ અને સુરક્ષાબળો પર હુમલા તથા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપોમાં અત્યાર સુધીમાં અંદાજે 8થી 9 FIR નોંધાઈ હોવાનું જણાવાયું છે.
આ FIR કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન અને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. કેસોમાં ભારતીય ન્યાય સંહિતા, આર્મ્સ એક્ટ અને પ્રિવેન્શન ઑફ ડેમેજ ટૂ પબ્લિક પ્રોપર્ટી એક્ટની સંબંધિત કલમો લાગુ કરવામાં આવી હોવાનું કહેવાય છે.
હાઈસિક્યુરિટી ઝોનમાં ડ્રોન ઉડાવવાનો પણ આરોપ
નોંધાયેલી FIR પૈકી એક કેસ હાઈસિક્યુરિટી વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાવવાના મામલે નોંધાયો હોવાનું સામે આવ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં ડ્રોન ઉડાડવામાં આવતાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
પોલીસ તપાસ કરી રહી છે કે ડ્રોન માત્ર વીડિયો રેકોર્ડિંગ માટે ઉડાવવામાં આવ્યો હતો કે તેનો ઉપયોગ સુરક્ષા વ્યવસ્થા, પોલીસ બંદોબસ્ત અથવા મહત્વપૂર્ણ સ્થળોની માહિતી એકત્ર કરવા માટે કરવામાં આવ્યો હતો.
ગુનાહિત ષડ્યંત્રના એન્ગલથી પણ તપાસ
અન્ય એક FIRમાં સમગ્ર પ્રદર્શનને કથિત ગુનાહિત ષડ્યંત્ર તરીકે જોવામાં આવી રહ્યું હોવાનું જણાવાયું છે. પોલીસ એ તપાસ કરી રહી છે કે હિંસા સ્વયંભૂ રીતે ફાટી નીકળી હતી કે પછી ચોક્કસ લોકો દ્વારા ભીડને ઉશ્કેરવામાં આવી હતી.
સોશિયલ મીડિયા પોસ્ટ, મેસેજિંગ ગ્રુપ, વીડિયો, કોલ રેકોર્ડ અને પ્રદર્શન પહેલાં થયેલા સંચારની પણ તપાસ થઈ શકે છે. આ તપાસથી સ્પષ્ટ થશે કે હિંસા પાછળ કોઈ સંગઠિત નેટવર્ક અથવા પૂર્વનિયોજિત યોજના હતી કે નહીં.
પોલીસ અધિકારીઓ પર હુમલા અને જાહેર સંપત્તિને નુકસાન
અન્ય બે FIR સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવો, પોલીસ અધિકારીઓ પર હુમલો કરવો અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવાના આરોપોમાં નોંધાઈ હોવાનું જાણવા મળે છે.
પ્રદર્શન દરમિયાન બેરિકેડ તોડવા, સુરક્ષાકર્મીઓ સાથે ધક્કામુક્કી કરવી, પથ્થરમારો કરવો અને જાહેર વ્યવસ્થાને ખોરવવાના દૃશ્યો સામે આવ્યા હોવાના દાવા બાદ CJPની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા થયા છે.
વિદ્યાર્થીઓના મુદ્દાની આડમાં અરાજકતા?
CJP પોતાનું આંદોલન વિદ્યાર્થીઓના હકો અને શૈક્ષણિક મુદ્દાઓ માટે હોવાનું રજૂ કરે છે, પરંતુ વારંવાર સામે આવતા હિંસા, હુમલા અને તોડફોડના આરોપોથી સંગઠનની વિશ્વસનીયતા પર અસર પડી રહી છે.
વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવવાનો લોકશાહી અધિકાર દરેકને છે, પરંતુ સુરક્ષાકર્મીઓ પર હુમલો, જાહેર સંપત્તિને નુકસાન અને રાજધાનીની કાયદો-વ્યવસ્થા ખોરવવી કોઈપણ રીતે શાંતિપૂર્ણ આંદોલનનો ભાગ ગણાવી શકાય નહીં. હવે મોટો સવાલ એ છે કે શું CJPનું આંદોલન વિદ્યાર્થીઓના હિત માટે છે કે પછી વિદ્યાર્થીઓના નામે રાજકીય અસ્થિરતા અને અરાજકતા ફેલાવવાનું માધ્યમ બની રહ્યું છે.
દિલ્હી હાઈએલર્ટ પર
ઘટનાઓ બાદ દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્ટ પર છે. સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે અને પોલીસ દ્વારા લોકોને અફવા ન ફેલાવવા, કાયદો હાથમાં ન લેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે.
પોલીસે ચેતવણી આપી છે કે હિંસા, તોડફોડ, સુરક્ષાકર્મીઓ પર હુમલો અથવા જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel