નડિયાદ શહેરમાં જિલ્લા કલેકટરના બંગલાની સામે જ સવારના સમયે થ્રી વ્હીલ સાયકલ લઈને આવેલી એક જાહેરમાં પાસ નાખી ગાયોના ટોળા ને એકત્ર કરી રહ્યો હતો. જેને પગલે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, નડિયાદ પશ્ચિમના હેકો. દીપકકુમાર અને સ્ટાફ પોલીસ મથકે હાજર હતા ત્યારે નડિયાદ મહાનગરપાલિકાના દબાણ અપિકારી રાકેશભાઈ શર્મા તેમને ત્યાં આવ્યા હતા મથકે હાજર હતા ત્યારે અને તેમણે જણાવ્યું હતું કે પીજ રોડ પર આવેલા જિલ્લા કલેકટરના બંગલા સામે રોડની વચ્ચોવચ આવતા જતા રાહદારી તથા ટ્રાફિકની અડચણ થાય તે રીતે એક વ્યક્તિ પોતાની શ્રી વ્હીલ સાયકલ સાયકલમાં પાસચારો ભરી ગાયોનો ટોળું ભેગું કરી જાહેર રોડ ઉપર ઉભો છે. આ માહિતીને પગલે તરત જ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. તેમણે જોયું તો રાજેન્દ્ર ગંગારામ માચે ઉવ.૨૬ રહે. ગણેશ માર્બલ જુના ડુંમરાલ રોડ નડિયાદ મૂળ રહે. ચિત્રાપા ઉત્તર પ્રદેશ સાયકલ લઈને ઉભો હતો અને તેમાં પાસ ભરી ગાયોનું ટોળું ભેગું કરતો હતો. જેથી પોલીસે જાતે ફરિયાદી બની તેની વિરૂપ ગુનો દાખલ કર્યો હતો.