તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના એક ગામમાં રહેતી સગીરા મોબાઈલ ફોનમાં પબ્જી ગેમ રમતા રમતા હરિયાણામાં રહેતા એક સગીર વયના કિશોર જોડે મિત્રતા કેળવી હતી.
બંને બાળકો છેલ્લા સાત મહિનાથી સોશિયલ મીડિયાની મદદ થી એકબીજા સાથે વાતો કરતા હતા.
સગીર વયની કિશોરીના પિતાએ હરિયાણા જવા ના પાડી હતી તેમ છતાં દીકરીની જીદને કારણે એની માતા પોતાના પતિ સાથે ઝગડો કરીને પોતાના પુત્રને લઈને સગીર વયના કિશોરને લેવા માટે છેક હરિયાણા સુધી ગઈ.
હરિયાણા થી કિશોરને લઈને વાલોડ તાલુકાના એક ગામમાં આવ્યા હતા.
આ સમગ્ર મામલાને લઈને કિશોરીના પિતાએ વાલોડ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ કરાઈ છે.