સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી વચ્ચે અમદાવાદ ખાતે ટેનીસ રમતનું બિન-નિવાસી કેન્દ્ર શરૂ કરવા માટે એમ.ઓ.યુ. કરવામાં આવેલ છે.
જે અનુસંધાને શુકન-૬, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ ખાતે કાર્યરત અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી ખાતે ૧૦ થી ૧૪ વર્ષના ટેનીસ રમતના ખેલાડી ભાઇઓ-બહેનોની પસંદગી વિદેશી કોચ દ્વારા વિના મૂલ્યે તાલીમ આપવા તા.૨૫/૧૧/૨૦૨૪ થી તા.૦૬/૧૨/૨૦૨૪ સુધી સવારે ૧૦ કલાકથી પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.
બનાસકાંઠા જિલ્લાના રસ ધરાવતા તમામ ટેનીસ રમતના ખેલાડીઓએ તા.૨૪/૧૧/૨૦૨૪ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી, જરૂરી પ્રમાણપત્રો (જન્મનો પુરાવો, ટેનીસ રમતની સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓના પ્રમાણપત્રો, GSTA Ranking, AITA Ranking, IFT Ranking પ્રમાણપત્રો) સાથે હાજર રહેવા આથી જણાવવામાં આવે છે.
રજીસ્ટ્રેશન માટે અલ્ટેવોલ એલેક્ઝાન્ડર વાસ્કે ટેનીસ યુનિવર્સિટી- ૯૯૭૮૯૭૧૯૧૯ અને ઇ-મેઇલ આઇડી [email protected] સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા રમત વિકાસ અધિકારીબનાસકાંઠા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.
રિપોર્ટર-ભુરપૂરી ગોસ્વામી (બનાસકાંઠા)