પશ્ચિમ બંગાળની આર. જી. કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટર સાથે થયેલી હેવાનિયતની ગુંજ હજી શમી ન હતી કે, મહિલાઓ માટે સુરક્ષિત ગણાતા ગુજરાત રાજ્યના વલસાડ જિલ્લામાં 3 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કર્યાનો શરમજનક કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર ફેલાયો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈ કાલે એક ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનાં સમાચારથી સમગ્ર પંથકમાં ભારે રોષ ફેલાયો હતો.
મળતી માહિતી મુજબ,વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ગઈકાલે તારીખ 27 ઓગસ્ટના રોજ એક મુસ્લિમ નરાધમ દ્વારા ત્રણ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ આચરવાનો શરમજનક મામલો સામે આવ્યો હતો. શરમજનક કૃત્ય કરનારની ઓળખ “ગુલામ મુસ્તફા” તરીકે થઈ હતી. ત્યારે ઘટનાની જાણ થતા જ નરાધમની ધરપકડની માંગ સાથે મોટી સંખ્યામાં હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકો ઉમરગામ પોલીસ સ્ટેશન પર પહોંચ્યા હતા. રાત્રિ દરમિયાન મામલો ઉગ્ર બનતા રોષે ભરાયેલા લોકો દ્વારા ઘણા વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસ દ્વારા પ્રદર્શન કરનાર હિંદુઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે.
વિધર્મી દ્વારા બાળકી સાથે અડપાલાની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં વાતાવરણ ગરમાયું છે. ઉમરગામમાં હિન્દુ સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક લોકોના ટોળાએ ઘટના અંગે પોતાનો રોષ પ્રગટ કરતા અનેક વાહનોને આગ ચાંપી દેતા આખા વિસ્તારમાં ધુમાડાના વાદળો ફેલાયેલા જોવા મળ્યા હતા. આ સાથે જ રોષે ભરાયેલા લોકોના ટોળાએ અનેક વાહનોમાં તોડફોડ પણ કરી હતી. ત્યારે મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આખા વિસ્તારમાં પોલીસની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. જો કે હાલ સ્થિતિ પોલીસના નિયંત્રણમાં છે.
ઘટના અંગે સાંજે બાળકીના પરિવારના સભ્યોએ ઉમરગામ પોલીસ મથકે બાળકી સાથે અડપલાં કરનાર વિધર્મી યુવક વિરુદ્ધ પોક્સો એકટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ઉમરગામ પીલીસે તાત્કાલિક વલસાડ જિલ્લાની પોલીસની ટીમની મદદ લઈને આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડ SP કરનરાજ વાઘેલાના માગ્દર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસની ટીમે બાળકીને આડપલાં કરનાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં હતાં. ઘટના અંગે સ્થાનિક લોકો અને હિન્દુ સંગઠનના લોકોને જાણ થતાં તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા અને કડકમાં કડક સજા આપવાની માંગ કરી પોલીસ મથક બહાર હંગામો મચાવ્યો હતો. તે જ સમયે વલસાડ જિલ્લા પોલીસે રેલવે પોલીસની મદદ લઈને મહારાષ્ટ્ર તરફ જતી ટ્રેનમાંથી ભાગી છૂટવાનો પ્રયાસ વિધર્મી યુવકને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઉમરગામ પોલીસે બાળકીનું નિવેદન નોંધી બાળકીનું મેડિકલ કરાવી આગળની તજવીજ હાથ ધરી છે.
સમગ્ર મામલે વલસાડના પોલીસ અધિક્ષક (SP) ડૉ કરણરાજ વાઘેલા ઉમરગામ પોલીસ સ્ટેશનની બહાર લોકોને સમજાવવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. દરમિયાન ગામ લોકો આરોપીને કડકમાં કડક સજાની માંગ સાથે નારા લગાવી રહ્યા હતા. ત્યારે ભીડને શાંત કરતા એસપીએ કહ્યું હતું કે ગૃહમંત્રીએ ખાતરી આપી છે કે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે. તેમજ આરોપીને ફાંસીની સજા અથવા તો આજીવન કેદની સજા આપવામાં આવશે.
વલસાડ જિલ્લાના ઉમરગામમાં 3 વર્ષની બાળકી ઉપર વિધર્મી યુવકે કરેલાં અડપલાં બાદ સ્થાનિક આગેવાનોએ ઉમરગામ બંધનું એલાન આપતા તકેદારીના ભાગ રૂપે ઉમરગામની તમામ શાળા અને આંગણવાડી આજે બંધ રાખવામાં આવી છે. ઉમરગામ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટનાઓ ન ઘટે તે માટે સતત વલસાડ જિલ્લા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સંવેદનશીલ વિસ્તારમાં હાલ જરૂરી બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ઉમરગામ શહેરમાં હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. જનજીવન સામાન્ય રીતે ચાલી રહ્યું છે.
સમગ્ર ઘટની ગંભીરતાને ધ્યાનમાં લઈ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, કોઈ પણ અફવાઓ પર ધ્યાન ન આપે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમજ આરોપી સામે તમામ કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
રીપોર્ટર :- વિકાસ શાહ(તાપી)