આમ આદમી પાર્ટીએ રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાને એક મોટી જવાબદારી સોંપી છે. પાર્ટીએ તેમને રાજ્યસભામાં પાર્ટીના નેતા નિયુક્ત કર્યા છે. AAPએ તેમને સાંસદ સંજય સિંહની ગેરહાજરીમાં રાજ્યસભામાં પાર્ટીના નેતા બનાવ્યા છે. AAPએ આ વાતની માહિતી શનિવારે આપી છે. AAP પાર્ટીએ રાજ્યસભા સભાપતિને પત્ર લખીને કહ્યું છે કે, સંજય સિંહની ગેરહાજરીમાં જેમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ છે. રાઘવ ચઢ્ઢા હવેથી રાજ્યસભામાં પાર્ટીના નેતા હશે.
સાંસદ સંજય સિંહની દિલ્હીના લિકર પોલિસી મામલે EDએ ધરપકડ કરી છે અને હાલ તેઓ કસ્ટડીમાં છે. ત્યારે રાઘવ ચઢ્ઢા AAPના દિગ્ગજ નેતા છે અને રાજ્યસભામાં પાર્ટી તરફથી વાત રાખે છે. હાલમાં જ તેમણે કેન્દ્રીય ચૂંટણી આયોગથી જોડાયેલા બિલ પર ચર્ચા દરમિયાન વાત રાખી હતી. તેમનું ભાષણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયું.
This Bill poses a clear and present danger to the very essence of our democracy.
India, celebrated as the ‘Mother of Democracy’, will be known for ‘Mockery of Democracy’ after this Bill is passed.
My humble appeal: The faith people have in our democracy is our strength; let's… pic.twitter.com/XsbrhCINjz
— Raghav Chadha (@raghav_chadha) December 12, 2023
જણાવી દઈએ કે, 11 ઓગસ્ટ 2023ના રોજ ચઢ્ઢાને રાજ્યસભાના સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવાયા હતા અને 115 દિવસ બાદ એટલે કે 4 ડિસેમ્બર 2023ના રોજ તેમનું સસ્પેન્શન રદ્દ કરી દેવાયું હતું. ત્યારબાદ તેઓ શિયાળુ સત્રમાં સામેલ થયા છે.
મહત્વનું છે કે, રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના 10 સાંસદ છે. જેમાં સૌથી વધુ પંજાબથી 7 સાંસદ છે. ત્યારે, દિલ્હીથી 3 સાંસદ છે. રાઘવ ચઢ્ઢા પંજાબથી રાજ્યસભાના સાંસદ છે. તેઓ રાજ્યસભાના સૌથી યુવા સભ્યોમાંથી એક છે. રાજ્યસભામાં ભાજપ, કોંગ્રેસ અને TMC બાદ સભ્યોની સંખ્યાના હિસાબથી ચોથી સૌથી મોટી પાર્ટી છે.
India-Australia ke beech cricket match ho, aur umpire ki selection committee agar Australians ke haath ho, toh kya nishpaksh match ho sakta hai?
Usi tarah, agar ruling party he Election Commission chune, toh election kabhi nishpaksh ho sakte hai kya?
aap hi bataiye mujhe. pic.twitter.com/slrlNnK4E4
— Raghav Chadha (@raghav_chadha) December 13, 2023