નરાત્રીના શુભ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરબા ગીત #AavatiKalay લખ્યું છે અને તેના દ્વારા તેમણે દેવી દુર્ગાની શક્તિ અને કૃપાનું વર્ણન કર્યું છે. આ સુંદર ગરબાને યુવા ગાયિકા પૂર્વા મંત્રીએ પોતાનો મધુર અવાજ આપ્યો છે. તેના માટે પીએમ મોદીએ તેમની પ્રશંસા કરી છે.
It is the auspicious time of Navratri and people are celebrating in different ways, united by their devotion to Maa Durga. In this spirit of reverence and joy, here is #AavatiKalay, a Garba I wrote as a tribute to Her power and grace. May Her blessings always remain upon us. pic.twitter.com/IcMydoXWoR
— Narendra Modi (@narendramodi) October 7, 2024
PM મોદીએ એક્સ પર લખ્યું, “માતા દુર્ગાના આશીર્વાદ આપણા બધા પર બની રહે. હું પૂર્વા મંત્રીને આ ગરબાને ગાવા અને તેમની મધુર પ્રસ્તુતિ આપવા માટે ધન્યવાદ આપું છું.”
I thank Purva Mantri, a talented upcoming singer, for singing this Garba and presenting such a melodious rendition of it. #AavatiKalay
— Narendra Modi (@narendramodi) October 7, 2024
નવરાત્રીના પાવન અવસર પર પ્રધાનંત્રી દ્વારા લખવામાં આવેલા ગરબા ગીત #AavatiKalayમાં દુર્ગાની ભક્તિમાં એક અનોખી પહેલ છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર આ ગરબાની ચર્ચા થઈ રહી છે અને લોકો તેને ખૂબ જ ઉત્સાહથી સાંભળીને શેર કરી રહ્યા છે.