આણંદના મોગરીમાં રહેતાં એક યુવક ત્રણેક મહિના અગાઉ પોતાના ભાઈ થકી દક્ષેશ નથુભાઈ પટેલ (રહે. ઉમતા, તા.વિસનગર, જી.મહેસાણા) તથા શિવાની ડબગર (રહે. કતારગામ, સુરત) ને મળ્યાં હતાં. જે બાદ તેઓની બંને સાથે મિત્રતા થઈ હતી અને તેઓ અવારનવાર આણંદ ખાતે મળતા હતા. દરમિયાન દક્ષેશ નથુભાઇ પટેલ અને શિવાની ડબગરે તેઓને જણાવ્યું હતું કે, અમારે બેન્ક એકાઉન્ટની જરૂર છે અને આ તમારા બેન્ક એકાઉન્ટમા અમારા ધંધાના પૈસા જમા કરાવીશુ, કેમ કે અમારે ઇન્કમ ટેક્ષ વધુ આવતું હોવાથી તમારા બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્જેશન કરાવીશુ. જેથી તેઓએ મિત્રતાના ભાવે બેંક ખાતા નંબર આ દક્ષેશભાઈને આપ્યો હતો.
જે બાદ આ દક્ષેશભાઇ અને શિવાની ડબગરે તારીખ 3-11-25 ના રોજ તેઓના બેન્ક ખાતામાં 5,00,000 રૂપિયા જમા કરાવ્યાં હતાં અને તરત જ તે બેંક ખાતામાંથી 4,80,000 રૂપિયા ચેક દ્વારા ઉપાડી લીધાં હતાં. જે બાદ બીજા દિવસે 15,50,000 રૂપિયા જમા કરાવ્યાં હતાં અને તે જ દિવસે 12,00,000 રૂપિયા ઉપાડ્યાં હતાં. તેમજ 6-11-25 ના રોજ 5,00,000 રૂપિયા બેંકમાં જમા કરાવી, તરત જ ઉપાડી લીધાં હતાં.
આ દક્ષેશભાઈ તથા શિવાનીએ કરાવેલા ટ્રાન્જેકશનોના કારણે તેઓનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હતું. જે તે વખતે દક્ષેશભાઈ પટેલ તથા શિવાની ડબગરે બેંક એકાઉન્ટ અનફ્રીઝ કરાવી આપવાની ખાતરી આપી હતી.
જે બાદ આજરોજ આ દક્ષેશભાઈ પટેલ તથા શિવાની ડબગર આણંદ ખાતે આવેલા અને યુવક પાસેથી આઈ.ડી.એફ.સી. બેન્કનો ખાતા નંબર લઈ તેમાં 4,00,000 રૂપિયા જમા કરાવ્યાં હતાં અને તેમાંથી યુવક પાસેથી 3,50,000 રૂપિયા ચેકથી ઉપડાવી પરત મેળવી લીધેલ હતા.
આ ટ્રાન્જેકશન બાબતે શંકા જતા યુવકે બેન્કમાં ખાતા અંગે પુછપરછ કરી હતી, જેમાં તેમના બેંક ખાતામાં જે એકાઉન્ટથી રૂપિયા આવ્યાં હતાં તેની વિરૂદ્ધ આંધ્રપ્રદેશ, વેસ્ટ બંગાળ, કર્ણાટક, મધ્યપ્રદેશ, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ રાજ્યના સાયબર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ થયેલાનું જણાઈ આવ્યું હતું.
જેથી યુવકે આ દક્ષેશભાઇ નથુભાઇ પટેલ, શિવાની રાકેશભાઈ ડબગર તથા તેના મળતીયા પ્રફુલભાઈ વિરૂદ્ધ આણંદ સાયબર ક્રાઇમ પોલીસમથકમાં ફરીયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપી દક્ષેશભાઇ નથુભાઇ પટેલ, શિવાની રાકેશભાઈ ડબગરને ઝડપી લીધાં છે. પોલીસે તેમની પાસેથી સાયબર ફ્રોડના નાણા પૈકી રોકડ રકમ રૂપિયા 3,50,000, જુદી બેન્કના 10 ક્રેડીટ/ડેબીટ કાર્ડ, જુદી જુદી બેન્કની 13 ચેક બુક/પાસબુક, 6 મોબાઇલ નંગ તથા ફોર વ્હીલ કાર મળી કુલ રૂપિયા 11,80,000 નો મુદ્દામાલ રીકવર કરી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવેશ સોની (આણંદ )
બાઈટ રિદ્ધિ ગુપ્તે (ડી વાય એસ પી હેડ કવાર્ટર આણંદ )
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel