અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL) એ ભારતની હરિત ઉર્જાની સફરમાં એક ઐતિહાસિક માઈલસ્ટોન હાંસલ કર્યો છે. કંપનીએ અત્યાર સુધીની સૌથી મોટી અને ઝડપથી વિકાસ પામતી 15,000 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા પ્રાપ્ત કરી છે. આ માહિતી અદાણી ગ્રુપના અધ્યક્ષ ગૌતમ અદાણીએ પોતે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર આપી હતી. તેમણે લખ્યું કે, “આ માત્ર એક આંકડો નથી, આ ભારતના ગ્રીન રિવોલ્યુશનની દિશામાં અમારું મજબૂત પ્રતિબદ્ધ પગલું છે.” તેમણે ગુજરાતના ખાવડામાં શરૂ થયેલી યાત્રાથી લઈને હવે વિશ્વના ટોચના 10 ગ્રીન એનર્જી પ્રોડ્યુસરની યાદીમાં શામિલ થવા સુધીની સફળતા પર ગૌરવ વ્યક્ત કર્યો.
AGEL દ્વારા જારી કરાયેલી પ્રેસ રિલીઝ અનુસાર, કંપનીએ માત્ર 15 મહિનાની અંદર 10,000 મેગાવોટથી 15,000 મેગાવોટ સુધીનો વૃદ્ધિભાર હાંસલ કર્યો છે, જે ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી વૃદ્ધિદર છે. આ સફળતાની પાછળ કચ્છ જિલ્લાના ખાવડામાં નિર્માણાધીન વિશ્વના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્લાન્ટનો મોટો હિસ્સો છે. 538 વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો આ પ્લાન્ટ પેરિસ શહેરના વિસ્તારમાં કરતાં પાંચ ગણો મોટો છે અને તેની કુલ ક્ષમતા 30,000 મેગાવોટ હશે. હાલમાં ત્યાં 5,355.9 મેગાવોટ ક્ષમતા સાથે વીજ ઉત્પાદન કાર્યરત છે, અને બાકીનો ભાગ ઝડપથી પૂર્ણ કરવાની દિશામાં કાર્ય ચાલી રહ્યું છે.
Delighted to share that Adani Green has surpassed 15,000 MW of renewable energy capacity, marking the largest and fastest green energy build-out in India's history.
From the desert landscapes of Khavda to a proud place among the world's Top 10 Green Power Producers, this… pic.twitter.com/FWDWr5SUOm
— Gautam Adani (@gautam_adani) June 30, 2025
કંપનીનો આગળનો ધ્યેય 2030 સુધીમાં 50,000 મેગાવોટની રિન્યુએબલ એનર્જી પહોંચાડવાનો છે. આ જ દિશામાં કંપની આગળ પણ વધી રહી છે. કંપનીના CEO આશિષ ખન્નાએ જણાવ્યા અનુસાર, અદાણી ગ્રીન સમગ્ર વિશ્વમાં રિન્યુએબલ ઊર્જાના સૌથી મોટી કંપની બનવાની દિશામાં કામ કરી રહી છે.
આ ઉર્જા પ્રોજેક્ટનો સામાજિક અને પર્યાવરણીય ફાળો પણ નોંધપાત્ર છે. AGELનો ઓપરેશનલ પોર્ટફોલિયો 7.9 મિલિયનથી વધુ ઘરોને વીજળી આપવાની ક્ષમતા ધરાવે છે અને તે દેશના 13 રાજ્યોને પ્રકાશિત કરે છે. કંપનીની સમગ્ર સિસ્ટમ વોટર પોઝિટિવ, સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી અને ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ પ્રમાણપત્રો ધરાવે છે, જે તેના પર્યાવરણીય પ્રતિબદ્ધતાનો પુરાવો છે.
આ સિદ્ધિ માત્ર અદાણી ગ્રુપ માટે નહીં પણ સમગ્ર ભારત માટે ગૌરવની વાત છે, કારણ કે આ યાત્રા દેશને વૈશ્વિક હરિત ઉર્જા નાયકોમાં સ્થાન અપાવવાની દિશામાં એક મજબૂત પગલું છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel